Petrol-Diesel Price/ પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

Top Stories Business
petrol પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

રોજ વધી રહ્યાં છે પેટ્રોલના ભાવ

11માં દિવસે પણ પેટ્રોલના ભાવમાં વધારો

પેટ્રોલમાં 31 પૈસા અને ડિઝલમાં 33 પૈસાનો વધારો

મોધવારી દિવસેને દિવસે વધી રહી છે..સામાન્ય નાગરિકોને રોજ મોંઘવારીનો ડામ આપવામાં આવે છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલનાં ભાવ સદી ફટકારી ચુક્યા છે. શુક્રવારે, સમગ્ર દેશમાં સતત 11 માં દિવસે બંને ઇંધણનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે  પેટ્રોલના ભાવમાં 31 પૈસા અને ડિઝલના ભાવમાં 33 પૈસાનો વધારો થયો છે. આ અંગે સુબ્રમણિયમ સ્વામીએ ટ્વીટ કર્યું હતુ કે, ‘લોકોની અવાજ ભાગ્યે જ સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતું ક્યારેક-ક્યારેક આવું થાય છે, પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે સામાન્ય પ્રજામાં સામાન્ય મત છે. વધતી કિંમત શોષણકરનારી છે. તેથી સરકારે આ વસૂલાતને હટાવી દેવી જોઈએ.

petrol 1 પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

વાત કરીએ પેટ્રોલ ડિઝલના ભાવની તો 26 મે 2014માં જ્યારે કોંગ્રેસની ગઈ અને મોદી સરકાર આવી ત્યારે કાચા તેલની કિંમત 108 ડોલર પ્રતિ બેરલ હતી. જ્યારે આજે કાચા તેલની કિંમત 63 ડોલર પ્રતિ બેરલ છે. જો કે જ્યારે કાચા તેલની કિંમત 108 રૂપિયા પ્રતિ બેરલ હતી ત્યારે પેટ્રોલની કિંમત 71 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે કાચા તેલની કિંમત 41 ટકા ઘટી અને 63 ડોલર પ્રતિ બેરલ થઈ ત્યારે આજે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પહોંચી છે. આવી જ રીતે ડિઝલની વાત કરીએ તો 2014માં જ્યારે કાચા તેલની કિંમત 108 ડોલર પ્રતિ બેરલ હતી ત્યારે ડિઝલની કિંમત 57 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે આજે 90 રૂપિયા પ્રતિ લિટર ડિઝલની કિંમત થઈ છે જો કે આજે ડિઝલની કિંમત 40 ટકાનો વધારો થયો છે.  આ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતાલૂંટ પાર્ટી કહી હતી અને મોદી સરકાર પર આક્ષેપ કર્યાા હતા.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે પ્રજા વધતા ભાવને કારણે હેરાન થઈ રહી છે. સરકાર તરફથી આ અંગે કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી. હવે જોવાનું રહ્યું કે આ ભાવમાં ઘટાડો થશે કે નહીં તે જોવાનું રહ્યું.