Toolkit Case/ ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન : કોઈ પણ ગુનેગારની ઉંમર ના જોવી જોઈએ

જો કોઈ વ્યક્તિ ગુનો કરી રહ્યો હોય તો તેની ઉંમર કે તે શું વ્યવસાય કરે છે તે પૂછવાનો કોઈ અર્થ છે ખરો?

Top Stories India
petrol 2 ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન : કોઈ પણ ગુનેગારની ઉંમર ના જોવી જોઈએ

ટૂલકિટ કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિને ત્રણ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપમાં દિશા રવિની ગત 13 ફેબ્રુઆરીએ બેંગલોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે દિશા રવિના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  ત્યારે આજે ફરીથી દિલ્હી પોલીસે તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસે કોર્ટ પાસેથી વધારે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે.

Image result for toolkit case amit shah

પોલીસે કહ્યું કે દિશા રવિ પોલીસ પૂછરપછ દરમિયાન સવાલોના જવાબ આપવાથી બચે છે. દિશા રવિએ તમામ આરોપ શાંતનુ અને નિકિતા ઉપર લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે તેમણે શાંતનુંને 22 ફેબ્રુઆરીના રોજ પુછપરછ માટે સમન આપ્યું છે. સાથે જ પોલીસે કોર્ટને જણાવ્યું કે આ ઘટનામાં સાક્ષીઓ અને પુરાવા સાથે પણ છેડછાડ થઇ શકે છે. તો આ કેસના બાકી આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવાની છે અને તેમનો આમનો સામનો પણ કરાવવાનો છે. જેના માટે દિશા રવિના 22 તારીખ સુધીના રિમાન્ડ જરુરી છે. પોલીસે કહ્યું કે ભારત સરકાર સામે કથિત ષડયત્ર અને ખાલિસ્તાની આંદોલન સંબધમાં આ તમામ લોકોની ભૂમિકાની તપાસ જરુરી છે.

Petrol-Diesel Price / પેટ્રોલની સદી, દેશમાં પેટ્રોલના ભાવ આસમાને, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ રૂ. 100ને પાર

ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન

ખેડૂત આંદોલનમાં ટુલકિટના મામલામાં ધરપકડ કરાયેલી 21 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિના મુદ્દે પહેલી વખત ગૃહ મંત્રી અમિત શાહે નિવેદન આપ્યુ છે. આ કેસમાં અમિત શાહે દિલ્હી પોલીસની કાર્યવાહીનો બચાવ કર્યો છે. અમિત શાહનુ કહેવુ છે કે, કોઈ પણ ગુનેગારની ઉંમર ના જોવી જોઈએ.પોલીસ પોતાની રીતે કામ કરી રહી છે.જો કોઈ વ્યક્તિ ગુનો કરી રહ્યો હોય તો તેની ઉંમર કે તે શું વ્યવસાય કરે છે તે પૂછવાનો કોઈ અર્થ છે ખરો?

Image result for toolkit case amit shah

અમિત શાહે કહ્યુ હતુ કે, આ પ્રકારના સવાલો ઉભા કરવા યોગ્ય નથી.દિલ્હી પોલીસ જવાબદાર બનીને કાર્યવાહી કરી રહી છે.જાતિ, વ્યવસાય કે વય જોઈને કોઈની સામે કેસ નથી કરાતો. જો કોઈને લાગતુ હોય કે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે તો તે કોર્ટ જઈ શકે છે. આ દેશમાં 21 વર્ષની વયના કેટલાય લોકો છે પણ દિશાની જ કેમ ધરપકડ કરવામાં આવી છે? તેમણે કહ્યું હતું કે, આજકાલ કાયદાને લગતા મામલા પર સવાલ ઉઠાવવાની ફેશન ચાલી રહી છે.જો કોઈ એજન્સી પ્રોફેશનલ રીતે કામ કરી રહી હોય તો તેના પર પ્રશ્નો ઉઠાવવા જોઈએ નહીં.

mars / ઇટલીના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો કે તેમણે ટેલીસ્કોપથી મદદથી મંગળ ગ્રહ પર કેનાલ જોઇ છે અને ત્યારથી…