Budget 2021/ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ.

Top Stories Photo Gallery
budget 1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

vlcsnap 2021 03 03 14h47m17s743 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે
ગુજરાત રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે.

vlcsnap 2021 03 03 14h47m35s131 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે
જેમાં નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે.

vlcsnap 2021 03 03 14h47m49s573 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે
કેન્દ્ર સરકારનાં પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકારે પણ આ રીતે બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

vlcsnap 2021 03 03 14h48m06s140 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે
આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

vlcsnap 2021 03 03 14h48m24s410 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે
વળી આ બજેટ દરમિયાન 120 ધારાસભ્યો ગૃહમાં હાજરી આપી રહ્યા છે.

vlcsnap 2021 03 03 14h49m26s419 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

  • વિકાસ થાય સુખ શાંતિ સલામતી મળી રહે એ પ્રમાણેનું બજેટ રજુ કરીશુ
  • આજે વિધાનસભામાં 2021-22 નું બજેટ રજુ કરશે
  • હું જે રકમ જાહેર કરીશ તેનાથી દરેક વર્ગને થશે લાભ

vlcsnap 2021 03 03 14h49m49s408 આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ
    • રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.
    • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૧૧૦૬ કરોડ.
    • રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ.
    • નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ.

      આ પણ વાંચો-  શું તમે જાણો છો વર્ષ 2021-2022 માટે રજૂ કરાયેલા બજેટના પૈસા ક્યાંથી આવશે?

      • પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ.
      • ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ.
      • ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઈ.
      • સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
      • રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ.
      • ૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.