Not Set/ પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરે EDના દરોડા, મળ્યો વિદેશી બંદૂકો, સોનાની લગડીઓ અને દારૂનો ખજાનો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં રાજ્યના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા.

Top Stories
Mantay 10 પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરે EDના દરોડા, મળ્યો વિદેશી બંદૂકો, સોનાની લગડીઓ અને દારૂનો ખજાનો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિભાગ દ્વારા અનેક મહાનુભવાનો ઘરે દરોડા પાડવાનું ઓપરેશન હાથ ધરાયું છે. EDએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલબાગ સિંહના ઠેકાણાઓમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે.

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલબાગ સિંહના ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કાર્ટનમાં ગેરકાયદે સામાન, 100થી વધુ દારૂની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડા અને લગભગ ચારથી પાંચ કિલો બુલિયન મળી આવ્યા છે. જ્યારે કેટલાક ઠેકાણામાંથી મોટી માત્રામાં પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

આ દરોડામાં સામેલ એક અધિકારીએ કહ્યું કે આ સમગ્ર મામલો ગેરકાયદેસર ખાણકામ સાથે જોડાયેલો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ અનુસાર, બંને નેતાઓ અને તેમની સાથે જોડાયેલા યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ સહિત કરનાલના 20 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ખાણકામની તપાસ માટે તાજેતરમાં હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અનેક એફઆઈઆર પછી મની લોન્ડરિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે ગેરકાયદેસર ખાણકામ દ્વારા મોટા પ્રમાણમાં સોનું, ચાંદી અને અન્ય ધાતુઓની ગુપ્ત રીતે દાણચોરી કરવામાં આવી રહી હતી, ત્યારબાદ EDએ દરોડા પાડ્યા હતા.

વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં ગુરુવારે રાજ્યના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા જેમાં વિદેશી બંદૂકો અને દારુનો જથ્થો મળવા સાથે મોટી સંખ્યામાં સોનાની લગડીઓનો ખજાનો ઇડીને મળ્યો.