નવજોત સિંહ સિદ્ધુના ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાન જવા અને ત્યાંના સેના પ્રમુખ જનરલ કમર બાજવાને ગળે મળવાના વિવાદથી પંજાબ કોંગ્રેસ હજુ ઉભરી નથી, ત્યાંજ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાન જેવો કાનૂન લાવીને વિવાદને હવા આપવાનું કામ કર્યું છે. કેપ્ટન અમરિન્દર પંજાબમાં પાકિસ્તાન જેવો ઈશ્વર-નિંદા કાનૂન લાવ્યા છે. જે હેઠળ ધાર્મિક ગ્રંથો સાથે અસભ્યતા કરવા પર ઉંમર કેદ સુધીની સજા મળી શકે છે.
હકીકતમાં, મંગળવારે પંજાબ કેબિનેટે ધાર્મિક ગ્રંથો નો અનાદર કરવાવાળા દોષીઓને ઉંમર કેદ ની સજા આપવા માટે ભારતીય દંડ સંહિતા(IPC) અને અપરાધિક પ્રક્રિયા સંહિતા(CrPC)માં સંશોધનોના પ્રસ્તાવવાળા વિધેયક મુસદ્દાને મંજુરી આપી છે.
જોકે, અમરિન્દર સિંહનું કહેવાનું છે કે સરકાર રાજ્યમાં અનાદરની ઘટનાઓ પર લગામ લગાવવા માટે અને સાંપ્રદાયિક સદ્ભાવ કાયમ રાખવા માટે આ કાનૂન લાવી છે. મુખ્યમંત્રી અમરિન્દર સિંહની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે.
પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે કેબિનેટે IPC ની કલમ 295-AA જોડવાની મંજૂરી આપી છે, જેથી આ પ્રાવધાન થઇ શકે કે લોકોની ધાર્મિક ભાવનાઓને આહત કરવાની મંશાથી ગુરુ ગ્રંથ સાહિબ, શ્રીમદ્દ ભગવત ગીતા, પવિત્ર કુરાન અને પવિત્ર બાઇબલનો અનાદર કરવાવાળાને ઉંમર કેદની સજા મળી શકે.
પ્રવક્તાએ જણાવ્યું કે કેબિનેટે પંજાબ વિધાનસભાના આગામી સત્રમાં આ વિધેયક પેશ કરવાની મંજૂરી આપી દીધી છે. એમણે જણાવ્યું કે કેબિનેટે કેટલાક બીજા વિધેયક પણ આગામી સત્રમાં સદનમાં પેશ કરવાની મંજૂરી આપી દીધી છે.