મંત્રીમંડળ/ ગુજરાતની નવી સરકાર જ્ઞાતિ આધારીત હશે, કેબિનેટમાં 90 ટકા નવા ચહેરા સામેલ હશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્કમબેકસીનો સામનો ના કરવો પડે તે હેતુથી જ્ઞાતિ આધારિત કેબિનેટ બનાવવામાં આવશે અને નવા ચહેરાઓ સામેલ હશે

Top Stories
goverment 1 ગુજરાતની નવી સરકાર જ્ઞાતિ આધારીત હશે, કેબિનેટમાં 90 ટકા નવા ચહેરા સામેલ હશે

રાજ્યમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત ઘણા દિગ્ગજ મંત્રીઓના ભવિષ્ય વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરથી બચવા માટે 90 ટકા મંત્રીઓને હટાવવાની તૈયારી કરી રહી છે. તેનાથી અસંતોષ સર્જાયો છે અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે. હવે શપથ સમારોહને અનુકૂલન અને વ્યૂહરચના માટે સમય ભેગો કરવાના હેતુથી મુલતવી રાખવામાં આવ્યો છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્કમબેકસીનો સામનો ના કરવો પડે તે હેતુથી જ્ઞાતિ આધારિત કેબિનેટ બનાવવામાં આવશે.

ભાજપના નેતૃત્વએ વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકાર્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. આ નિર્ણયને આઘાતજનક માનવામાં આવી રહ્યો છે કારણ કે ભૂપેન્દ્ર પટેલનો રેસમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમના સ્થાને નીતિન પટેલ, સી.આર.પાટીલ અને મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓના નામની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં પટેલ સમુદાય નારાજ હોવાથી તેમને મનાવવા માટે પટેલ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે,જ્યારે અનેક દિગ્ગજો અને વરિષ્ઠ નેતાને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા અને તદન નવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી છે એ અનુંસધાનમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.નવા કેબિનેટ જ્ઞાતિ આધારિત હશે અને 90 ટકા નવા ચેહેરાઓ મંત્રીમંડણમાં સામેલ થવાની પ્રબળ સંભાવના રહેલી છે.

ભારતીય જનતા પાર્ટીને ગત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો પ્રાપ્ત થઇ હતી અને રસાકસીનો માહોલ સર્જાયો છે આ પરિસ્થિતિ ના સર્જાય તે હેતુથી પટેલ ફેકટર પર કામ કરવામાં આવ્યું છે,હાલ જ્ઞાતિ સમીકરણના આધારે નું મંત્રીમંડળ બનાવવામાં આવશે.