Not Set/ આવતા અઠવાડિયે જ માર્કેટમાં આવી જશે કોરોનાની કેપ્સ્યુલ.

મોલ્નુપિરાવિર કેપ્સ્યૂલ આગામી સપ્તાહની શરૂઆતથી દેશની ફાર્મસીઓમાં ઉપલબ્ધ થશે તેવી સંભાવનાં છે. ત્યારે કોરોનાની આ કેપ્સ્યૂલથી મહામારી સામે વિજય મેળવાઈ તેવી આશા બંધાઈ છે…

Top Stories India
Untitled 15 આવતા અઠવાડિયે જ માર્કેટમાં આવી જશે કોરોનાની કેપ્સ્યુલ.

કોરોનાનાં કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.આગામી સપ્તાહમાં જ કોરોનાની નવી દવા કેપ્સ્યૂલ માર્કેંટમાં મળી રહેશે.ભારતીય દવા કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ કોવિડ-19ની નવા દવા લોન્ચ કરવા જઈ રહી છે. આ એન્ટીવાઇરલ કેપ્સ્યૂલનું નામ છે મોલ્નુપિરાવિર. તેની કિંમત મેનકાઈન્ડ ફાર્માની કેપ્સુલની કિંમત જેટલી હશે.ડૉ. રેડ્ડીઝે પોતાના બ્રાંડનું નામ મોલફ્લૂ રાખ્યું છે, જે નામ હેઠળ પોતાની કેપ્સ્યૂલ લોન્ચ કરશે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગત સપ્તાહે કહ્યું હતું કે, ભારતમાં કુલ 13 કંપનીઓ મોલ્નુપિરાવિર બનાવશે.

  આ પણ  વાંચો:Politics / કોંગ્રેસની મોટી જાહેરાત- યુપી સહિત તમામ ચૂંટણી રાજ્યોમાં મોટી રેલીઓ મોકૂફ, જાણો કારણ

ડૉ. રેડ્ડીઝની માહિતી મુજબ- કેપ્સ્યૂલની કિંમત 35 રૂપિયા પ્રતિ કેપ્સ્યૂલ હશે. એક સ્ટ્રિપમાં 10 કેપ્સ્યૂલ આવશે. દર્દીને 5 દિવસમાં 40 કેપ્સ્યૂલ લેવાની રહેશે, એટલે કે આખા કોર્સની કિંમત 1400 રૂપિયા થશે. આ કોવિડ-19 દર્દીઓ માટે મળતી સૌથી સસ્તી ટ્રીટમેન્ટમાંની એક છે.મોલ્નુપિરાવિરને કોવિડ-19ના સામાન્યથી મધ્યમ દર્દીની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે