ગુજરાત/ સાતમા પગારપંચના પગાર સિવાયના કોઇ લાભ ન મળવાનો રોષ, અધિકાર માટે આંદોલનના માર્ગે સરકારી કર્મચારીઓ

પ્રથમ તબક્કે 6 જાન્યુઆરીએ દક્ષિણઝોનનો કાર્યક્રમ ભરૂચમાં આયોજન કર્યુ છેં, ત્યારબાદ અન્ય ઝોનમાં અને પછી અંતે રાજ્યસ્તરીય કાર્યક્રમ આપવામાં આવશે.

Gujarat
Untitled 15 16 સાતમા પગારપંચના પગાર સિવાયના કોઇ લાભ ન મળવાનો રોષ, અધિકાર માટે આંદોલનના માર્ગે સરકારી કર્મચારીઓ

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે સતમા પગારપંચનો અમલ માત્રને માત્ર પગાર હેતુ થયો છે. પરંતુ આજદિન સુધી સાતમા પગરાપંચના ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાપાત્ર અન્ય કોઇ લાભ આપવામાં આવ્યા નથી. પરિણામે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએના નેજા હેઠળ 6 જાન્યુઆરી-2022 , ગુરૂવારથી આંદોલન શરૂ થશે

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં પાટનગર ગાંધીનગર સહિત દરેક જિલ્લામાં અંદાજે 8 લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે. સરકારી કર્મચારીઓના લાભાર્થે કેન્દ્ર દ્વારા અમલમાં મૂકાયેલા સાતમા પગારપંચનો લાભ તત્કાલીન ગુજરાત સરકારે તારીખ-1-જાન્યુઆરી-2016 થી આપવાનો હકારાતમક નિર્ણય કર્યો છે અને લાભ આપ્યો છે. પરંતુ કેન્દ્રના ધોરણે પગાર ઉપરાંત મળતાં ભથ્થા અને લાભ આજે પણ છઠ્ઠા પગારપંચ મુજબ મળે છે. સરકાર સમક્ષ સાતમા પગારપંચ મુજબના મળવાપાત્ર લાભથી ગુજરાત સરકારના કર્મચારીઓ વંચિત રહ્યાં છે.

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારી-અધિકારીઓના 16 જેટલાં પડતર પ્રશ્નો અંગે ગુજરાતસરકાર સમક્ષ અનેવાર રજૂઆત કરી છે. પરંતુ રજૂઆતને આજદિન સુધી હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો નથી.

 

સરકારી કર્મચારીઓનાં પડતર પ્રશ્નો  જેવા કે

-કર્મચારીઓને જુલાઇ-2021નું 3 ટકા મોંઘવારી ભથ્થું મળ્યું નથી
-ફિક્સ પગારના કર્મચારીઓને પણ ફૂલ પગારના લાભ આપવા
-નિવૃત્તિ પછી પેન્શન યોજના પુન: શરૂ કરવી
-સીસીસી પરીક્ષામાંથી મુક્તિ આપવી
-રોજમદાર કર્મચારીઓને પણ રાજ્યસરકારના કર્મચારીના લાભ આપવા
–ચાલુ ફરજે કર્મચારીના અવસાનના પગલે વારસદારને ત્રણ મહિનામાં પૂરા પગારથી નોકરી આપવી
-ગાંધીનગરની જેમ અન્ય તમામ જિલ્લામાં કર્મચારીઓને રાહતદરે પ્લોટ આપવા
-વયનિવૃત્ત કર્મચારીઓને 11 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવો
-વિવિધ વિભાગમાં ખાલી જગ્યાઓ પર તાકીદે ભરતી કરવી

પ્રથમ તબક્કે 6 જાન્યુઆરીએ દક્ષિણઝોનનો કાર્યક્રમ ભરૂચમાં આયોજન કર્યુ છેં, ત્યારબાદ અન્ય ઝોનમાં અને પછી અંતે રાજ્યસ્તરીય કાર્યક્રમ આપવામાં આવશે.પરંતુ તે પહેલાં ગુજરાતસરકારના કર્મચારીઓને હકારાત્મક પ્રતિસાદ મળશે, એવી આશા ગુજરાતરાજ્ય કર્મચારી સંકલન સમિતિ રાખે છે….