Not Set/ અમદાવાદની RTO કચેરીમાં મસમોટું કૌભાંડ આવ્યું સામે, તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદની આરટીઓ કચેરીમાં મસમોટુ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદનાં વસ્ત્રાલમાં આવેલી પૂર્વ આરટીઓમાં 25મી ડિસેમ્બર 2018 નાં રોજ રજાના દિવસે 120 લાઇસન્સ બેકલોક થયા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે આરટીઓ કચેરીની કર્મચારી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી. મામલો સાયબર ક્રાઇમ પાસે પહોંચ્યો અને સાયબર ક્રાઇમ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. […]

Top Stories Ahmedabad Gujarat Others
rto ahmedabad અમદાવાદની RTO કચેરીમાં મસમોટું કૌભાંડ આવ્યું સામે, તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદની આરટીઓ કચેરીમાં મસમોટુ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદનાં વસ્ત્રાલમાં આવેલી પૂર્વ આરટીઓમાં 25મી ડિસેમ્બર 2018 નાં રોજ રજાના દિવસે 120 લાઇસન્સ બેકલોક થયા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે આરટીઓ કચેરીની કર્મચારી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવાઇ હતી. મામલો સાયબર ક્રાઇમ પાસે પહોંચ્યો અને સાયબર ક્રાઇમ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

rto ahmedabad અમદાવાદની RTO કચેરીમાં મસમોટું કૌભાંડ આવ્યું સામે, તપાસનો ધમધમાટ શરૂ

રજાનાં દિવસે આરટીઓમાં થયેલા આ કૌભાંડને પગલે આરટીઓ અધિકારી દ્વારા બેકલોક થયેલા 120 લાઇસન્સને રદ કરી દેવાયા હતા. તેમજ આ મામલે આરટીઓ કચેરીનાં જ કોઇ કર્મચારીની સંડોવણી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ. સાયબર ક્રાઇમ દ્વારા જીગ્નેશ મોદી, જામનગરનાં ગૌરવ સાપોવડિયા, સંદિપ મારકણા તેમજ સંકેત રફાલીયા નામનાં શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે ખરે ખર આ જ લોકો દ્વારા જ આ કૌભાંડ આચરવામા આવ્યું હતું કે આમાં કોઇ બીજા મોટા અધિકારીની મુક મરજી છે કે કેમ તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

cyber crime2 અમદાવાદની RTO કચેરીમાં મસમોટું કૌભાંડ આવ્યું સામે, તપાસનો ધમધમાટ શરૂ

આ ગેંગ દ્વારા પોલેન્ડથી એક પેન્ડ્રાઇવ મંગવાઇ હતી જે પેન્ડ્રઇવ એઆરટીઓ અધિકારીનાં કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને તમામ ડેટા અને પાસવર્ડ હેક કરાયા હતા અને ગેરકાયદેસર રીતે લાઇસન્સ કઢાયા હતા. જે વાહનચાલકો 8મુ ધોરણ નાપાસ હોય તેમજ કોમ્પ્યુટર અને ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા માંગતા ન હોય તેવા વાહનચાલકો પાસેથી આ ગેંગ રૂપિયા 6500 થી 20 હજાર સુધીની રકમ વસૂલતા હતા. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમે અમદાવાદ સિવાય અન્ય કોઇ શહેર કે જિલ્લામાં આ શખ્સો દ્વારા આ પ્રકારે લાઇસન્સ કઢાયા છે કે કેમ તે દિશામાં  પણ તપાસપણ હાથ ધરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન