#gujarat/ ઓસ્ટ્રેલિયાને ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રસ

ગુજરાતમાં સોલાર રૂફટોપ ઉત્પાદન માટે જે બેન્કિંગ ઓફ પાવર સિસ્ટમ છે તેની પણ મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયન હાઈકમિશનરને વિગતો આપી હતી………..

Gujarat
Beginners guide to 2024 04 05T155608.446 ઓસ્ટ્રેલિયાને ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રસ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયાના હાઇકમિશનર ફિલિપ ગ્રીન અને મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્‍સ્યુલેટ જનરલ પોલ મર્ફી

રિન્યુએબલ એનર્જી-સોલાર રૂફટોપ સેક્ટરમાં પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી

ઓલિમ્પિક્સ રમતોત્સવ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા બાદ સસ્ટેઇનેબલ અને સ્માર્ટ યુસેજ માટેની ઓસ્ટ્રેલિયન તજજ્ઞતા વિશે જાણવામાં મુખ્યમંત્રીની ઉત્સુકતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઓસ્ટ્રેલિયાના હાઇકમિશનર ફિલિપ ગ્રીન તેમજ મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્‍સ્યુલેટ જનરલ પોલ મર્ફી અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ પ્રતિનિધિ મંડળને આવકારવા સાથે તાજેતરની વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયન ડેલીગેશન્‍સના મળેલા વ્યાપક સહયોગની પ્રશંસા કરી હતી.

WhatsApp Image 2024 04 05 at 3.03.26 PM ઓસ્ટ્રેલિયાને ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રસ

આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયા-ભારત-ગુજરાત વચ્ચે રિન્યુએબલ એનર્જી, સોલાર રૂફટોપ અને ક્રિટીકલ મિનરલ્સ-લિથિયમ બેટરી સ્ટોરેજના ઉત્પાદન અંગે સહયોગની સંભાવનાઓ સંદર્ભમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે આ સંદર્ભમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા રિન્યુઅલ એનર્જી અને ખાસ કરીને ક્રિટીકલ મિનરલ્સ-લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર અને એક્સપર્ટીઝ ધરાવતો દેશ છે તેની તજજ્ઞતાનો લાભ ભારત અને ગુજરાતને તેઓ આપવા ઈચ્છુક છે.

આ ઉપરાંત લોજિસ્ટીકસ સપ્લાય ચેઇનનો પણ ભારત અને ગુજરાતના સાહસો હિસ્સો બની શકે તે અંગે પણ ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોલર રૂફટોપ અને લિથિયમ બેટરી સ્ટોરેજના સેક્ટરમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓથી તેમને માહિતગાર કર્યા હતા. તેમણે બેટરી સ્ટોરેજની કોમર્શિયલ વાયેબિલિટી વિશે જાણવામાં પણ રસ દર્શાવ્યો હતો.

ગુજરાતમાં સોલાર રૂફટોપ ઉત્પાદન માટે જે બેન્કિંગ ઓફ પાવર સિસ્ટમ છે તેની પણ મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયન હાઈકમિશનરને વિગતો આપી હતી.

ગુજરાતમાં કચ્છમાં વિશાળ હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ઓસ્ટ્રેલિયા ડિમાન્ડ-સપ્લાય બેલેન્સ અને પંપ સ્ટોરેજમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ ગુજરાતને મળે તે માટેની સંભાવનાઓ ચકાસવા અંગે પણ આ બેઠકમાં ફળદાયી પરામર્શ હાથ ધરાયો હતો.

મુખ્યમંત્રીએ આગામી ઓલમ્પિક્સનું આયોજન અમદાવાદમાં ૨૦૩૬માં થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાના સિડની અને બ્રિસબેનમાં આવી ઓલિમ્પિક્સ રમતો માટેના સ્ટેડિયમ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકોમોડેશન વગેરેનો રમતોત્સવ પૂર્ણ થયા બાદ સ્માર્ટ અને સસ્ટેઇનેબલ યુસેજ કઈ રીતે થાય છે તે વિશે જણાવામાં ઉંડો રસ દાખવી તેના ગુજરાતમાં પણ વિનિયોગ અંગે ગહન ચર્ચા-વિમર્શ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન હાઈકમિશનરે સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ કો-ઓપરેશનની તકો રહેલી છે તેની જાણકારી આપી હતી. તેમણે ગિફ્ટસિટીમાં કાર્યરત ઓસ્ટ્રેલિયાની ડીકેન યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને અન્ય બાબતોની પણ આ બેઠક દરમિયાન ચર્ચાઓ કરી હતી.

એટલું જ નહીં આગામી સમયમાં વધુ બે યુનિવર્સિટી પણ અહી આવશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ફિલિપ ગ્રીને કહ્યું કે, તેઓ તેમના કાર્યકાળના છ માસમાં તેઓ પાંચ વાર અમદાવાદ-ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર અને ઉદ્યોગ-ઉર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat-Kutch/શું કચ્છમાં હતું હડપ્પન સંસ્કૃતિનું અસ્તિત્વ, પુરાતત્વ વિભાગને મળ્યું 500 કબરો ધરાવતું કબ્રસ્તાન

આ પણ વાંચો: સુરત/સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે