google search/ Google પર Search માટે ચૂકવવી પડશે કિંમત, કંપની ગૂગલિંગના આ ફીચર્સ માટે લઈ શકે છે Fee

Google પર કંપની Search એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે એઆઈ પાવર્ડ ફીચર્સ લાવવાની યોજના બનાવી રહ્યું છે.

Top Stories World Tech & Auto
Beginners guide to 2024 04 05T160238.432 Google પર Search માટે ચૂકવવી પડશે કિંમત, કંપની ગૂગલિંગના આ ફીચર્સ માટે લઈ શકે છે Fee

Google પર Search કરવું યૂઝર્સ માટે બનશે મોંઘું. Google પોતાના Search ફીચર્સને વધુ બહેતર બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. કંપની Search એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે એઆઈ પાવર્ડ ફીચર્સ લાવવાની યોજના બનાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે યુઝરને વધુ સારી સુવિધા મળશે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે. પરંતુ ગૂગલ પર સર્ચ કરવાનું ફ્રી રહેશે. ચાલો જાણીએ કે યુઝર્સને કઈ કઈ સુવિધાઓ મળશે.

Google Searchનો ઉપયોગ કોઈપણ નાની વસ્તુ માટે થાય છે. હાલમાં આ સુવિધા Google દ્વારા બિલકુલ મફતમાં આપવામાં આવે છે. પરંતુ જો Google તેના માટે પૈસા લેવાનું શરૂ કરે તો શું, હકીકતમાં યુઝર્સને ઘણી બધી Google સર્ચ માટે ચૂકવણી કરવી પડી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે Google તેના વપરાશકર્તાઓને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે પ્રીમિયમ સુવિધાઓ પ્રદાન કરવાની યોજના બનાવી રહ્યું છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Googleતેના યૂઝર્સના સર્ચ એક્સપિરિયન્સને વધારવા માટે ઘણી સુવિધાઓ શોધી રહી છે. કંપની વપરાશકર્તાઓ માટે AI સંચાલિત ફીચર્સ રોલ આઉટ કરી શકે છે. વપરાશકર્તાઓએ પ્રીમિયમ સુવિધાઓ માટે ચૂકવણી કરવી પડશે. જે ઉમેરવામાં આવશે.

જો કે, સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેના લોન્ચિંગ અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. તમને જણાવી દઈએ કે Google પાસે પહેલાથી જ Gemini AI છે. એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલનું પરંપરાગત સર્ચ એન્જિન ઉપયોગ માટે મફત રહેશે, પરંતુ તેઓ સર્ચ દરમિયાન જાહેરાતો જોવાનું ચાલુ રાખશે.

નવી સુવિધાઓ થશે ઉપલબ્ધ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલની પ્રીમિયમ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સને પૈસા ચૂકવવા પડશે. Google ની પ્રીમિયમ સેવામાં AI સંચાલિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે, જે વપરાશકર્તાઓના શોધ અનુભવને પહેલા કરતા વધુ બહેતર બનાવવા માટે કામ કરશે. ગૂગલનો આ નિર્ણય ખરેખર જોવા જેવો રહેશે. ચેટ જીપીટી જેવા ચેટબોટ્સની વધતી જતી ભૂમિકાને જોતા, ગૂગલે તેના ઉપકરણોમાં પણ AI સંચાલિત સુવિધાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ