infected with corona/ ઉત્તરાખંડમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ દર્દી જોવા મળ્યો

કોરોનાનું નવું સ્વરૂપ ઉત્તરાખંડમાં પ્રવેશ્યું છે. રાજ્યમાં નવા પ્રકારનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. આ દર્દી 27 ડિસેમ્બરે અમેરિકાથી પરત આવ્યો હતો. એરપોર્ટ પર તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદ તે નવા વેરિઅન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.

Top Stories India
Corona variant

Corona નું નવું સ્વરૂપ ઉત્તરાખંડમાં પ્રવેશ્યું છે. રાજ્યમાં નવા પ્રકારના Corona વેરિયન્ટનો પ્રથમ દર્દી મળી આવ્યો છે. આ દર્દી 27 ડિસેમ્બરે અમેરિકાથી પરત આવ્યો હતો. એરપોર્ટ પર તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદ તે નવા વેરિઅન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. વિદ્યાર્થીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તે યુએસમાં અભ્યાસ કરે છે.

મંગળવારે વિદ્યાર્થીના માતા-પિતાના સેમ્પલ લેવામાં આવશે. જોકે, વિદ્યાર્થી અને તેના માતા-પિતામાં કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. વિદ્યાર્થીએ Corona રસીના બંને ડોઝ લીધા છે. 30 ડિસેમ્બરે તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે જીનોમ સિક્વન્સિંગમાં નવા પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફાયરબ્રિગેડનું ચાર કરોડનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જ કામ કરતું નથીઃ મોકડ્રિલમાં પર્દાફાશ

આમ ઉત્તરાખંડમાં કોરોના Corona ના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. તેના પગલે વહીવટીતંત્ર તરત હરકતમાં આવી ગયું છે. આ વિદ્યાર્થી કોના-કોના સંપર્કમાં આવ્યો છે તે પણ ચકાસવામાં આવી રહ્યું છે. તેથી વહીવટીતંત્રએ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ શરૂ કર્યુ છે. તેના લીધે વિદ્યાર્થીના સંપર્કમાં આવનારા દરેક જણનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. તેની સાથે તેમના સંપર્કમાં આવનારાઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. ચીનમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે ભારતમાં પણ Corona ના પરીક્ષણે વેગ પકડ્યો છે. તેમા પણ ખાસ કરીને ચીન, જાપાન અને અમેરિકાથી આવનારા દર્દીઓનું ખાસ પરીક્ષણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ  માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર

દૂન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં વિશેષજ્ઞોની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં હવે અહીં એક પીડિયાટ્રિક સર્જનની પણ પોસ્ટ કરવામાં આવી છે. પ્રિન્સિપાલ ડો.આશુતોષ સાયનાએ જણાવ્યું કે ડો.શ્રેયા તોમર બાળ સર્જરી વિભાગમાં જોડાયા છે. હવે અહીં નવજાત શિશુથી લઈને બાળકો સુધીની તમામ પ્રકારની સર્જરી કરવામાં આવશે. ડૉ. શ્રેયા તોમર એમસીએચ પીડિયાટ્રિક સર્જરી છે. તેઓ એઈમ્સ નવી દિલ્હીમાંથી પ્રશિક્ષિત છે અને ખૂબ જ અનુભવી છે. તેણે માહિતી આપી કે તે દર મંગળવાર અને બુધવારે નવી ઓપીડી બિલ્ડિંગના પહેલા માળે સર્જરી વિભાગમાં બેસશે.

આ પણ વાંચોઃ

સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે કરી આ મોટી જાહેરાત! ડિફોલ્ટરથી બચાવવા માટે આપી સંજીવની

પોલીસ વર્તુળોમાં પૂછાતો પ્રશ્નઃ આશિષ ભાટિયા પછી નવા ડીજીપી કોણ

બોલ્સોનારોને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા