રાજકીય/ અમદાવાદ કોંગ્રેસમાં બળવો, 11 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામું

અમદાવાદમાં કોંગ્રેસના 11 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઇ રહ્યાં છે. AMCમાં વિપક્ષનેતા ના પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Top Stories Ahmedabad
Untitled 36 9 અમદાવાદ કોંગ્રેસમાં બળવો, 11 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામું

કકડાટ એટલે કોંગ્રેસનો કે પછી કોંગ્રેસ એટલે કકડાટ કહેવું મુશ્કેલ થઇ ગયું છે. કોંગ્રેસની મુશ્કેલી દેશ કે પછી પ્રદેશ હોય કે પછી લોકલ લેવલે એક સરખી જ છે. બધે જ કકડાટ જોવા મળી રહ્યો છે. હવે અમદાવાદ કોંગ્રેસમાં બાળવાની સ્થિતિ સામે આવી છે. અમદવાદ મનપાની ચૂંટણી ને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. પરંતુ હજુ પણ કોંગ્રેસ વિપક્ષનેતા નક્કી કરી શકી નથી. અને આજરોજ ફરી એકવાર આ પદનિયુક્તિને લઈ કોંગ્રેસના બાળવાની સ્થિતિ જોવા મળી હતી.

અમદાવાદમાં કોંગ્રેસના 11 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઇ રહ્યાં છે. AMC વિપક્ષનેતા ના પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તથા આંતરિક વિખવાદના લીધે 1 વર્ષથી વિપક્ષ નેતા પદ ખાલી છે. પૂર્વ નેતા વિપક્ષ કમળાબેને પણ રાજીનામું આપ્યું છે. સાથે કુલ 11 કોર્પોરેટરોએ રાજીનામું આપ્યું હોવાનું કોર્પોરેટર રાજશ્રી બેને જણાવ્યું હતું.

અમદાવાદ માનપાન કોર્પોરેટરોને નેતા તરીકે શહેઝાદ પઠાણની વર્તણૂંક સામે વાંધો ઉઠાવ્યો છે. હજુ બીજા ચાર કોર્પોરેટર રાજીનામું આપે તેવી સંભાવના સેવાઇ રહી છે.

નારાજ કોર્પોરેટર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળશે અને પોતાનો પક્ષ રજૂ કરશે. તો આ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોઇપણ કોર્પોરેટર પક્ષ છોડીને નહીં જાય. વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે વિપક્ષના નેતાની પસંદગી માટે કમિટી નિમાઈ હતી. તથા અમદાવાદના 14 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. તેમાં રાજશ્રી કેસરી, કમળાબેન ચાવળા સહિતના કોર્પોરેટરો પહોંચ્યા હતા.

 

બ્રાઝિલ /બોટ પર ખડક પડતાં  7 પ્રવાસીઓના મોત, અનેક લોકો ઘાયલ, જુવો વીડિયો…

Life Management / પ્રોફેસરે બરણીમાં કેટલીક વસ્તુઓ મૂકીને પ્રશ્નો પૂછ્યા, વિદ્યાર્થીઓએ દરેક વખતે ખોટા જવાબો આપ્યા

લોહરી 2022 / લોહરી  શા માટે ઉજવવામાં આવે છે  આ તહેવાર સાથે દેવી સતી અને ભગવાન કૃષ્ણની વાર્તાઓ જોડાયેલી છે

Astrology / 8 જાન્યુઆરીએ હનુમાનજી અને શનિદેવ આ રાશિઓને વરસાવશે કૃપા, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય

આસ્થા / 31 જાન્યુઆરી સુધી સાવધાન રહો, ગ્રહોની ચાલથી નુકસાન થઈ શકે છે

મંદિર / ભારત નહીં તો વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં છે?