ઓનલી એક્શન/ ઉત્તરપ્રદેશમાં પોલીસે આચર્યું દુષ્કર્મ : યોગી સરકારે તમામ પોલીસ સ્ટાફને કર્યો સસ્પેન્ડ

છોકરી તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યારે પોલીસ કારમી દ્વારા જ તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં યોગી સરકારે તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરીને તાત્કાલિક તેના સામે અકારામાં આકરી કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.

Top Stories India
યોગી સરકાર

બોલીવુડ ફિલ્મ નાયકની જેમ યોગી સરકાર પણ ત્વરિત એક્શન લેવામાં મોખરે છે ત્યારે તાજેતરમાં યોગી સરકાર એ લીધેલ નિર્ણયથી તેમની વાહવાઈ ચારેતરફ થઇ રહી છે. ઉત્તરપ્રદેશનાં લલીતપુરમાં થોડા દિવસ પહેલા એક છોકરી તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યારે પોલીસ કારમી દ્વારા જ તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં યોગી સરકારે તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરીને તાત્કાલિક તેના સામે અકારામાં આકરી કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.

મળતી વિગત અનુસાર ઉત્તર પ્રદેશના લલિતપુરમાં પોલીસ સ્ટેશનની અંદર રેપની ફરિયાદ કરવા ગયેલી કિશોરી પર પોલીસકર્મી દ્વારા જ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે મામલે યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે.  યોગી સરકારે ADG કાનપુર ઝોને તપાસ ચાલુ છે ત્યાં સુધી પાલી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓને ડ્યૂટી પરથી સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર મામલામાં ડીઆઈજી રેન્જ ઝાંસી પાસેથી 24 કલાકમાં રિપોર્ટ માગવામાં આવ્યો છે. 6 એસઆઈ, 6 હેડ કોન્સ્ટેબલ, 10 કોન્સ્ટેબલ, 5 મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર અને એક ફોલોઅર સહિત 29 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.  પાલી પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત 6 લોકો પર 13 વર્ષની સગીર બાળકી સાથે સામૂહિક બળાત્કારનો આરોપ છે. આ કેસમાં ચાઈલ્ડ લાઈનની ફરિયાદ પર પોલીસ અધિક્ષકે ગંભીરતા દાખવતા પાલી સ્ટેશન ઈન્ચાર્જ તિલક ધારી સરોજ સહિત 6 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

બનાવ અંગે વધુ જણાવતા પોલીસ અધિક્ષક નિખિલ પાઠકે કહ્યું હતું કે, પાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને 22 એપ્રિલના રોજ તેના જ ગામમાં રહેતા ચાર છોકરાઓએ લાલચ આપી ભોપાલ લઈ ગયા, જ્યાં ત્રણ દિવસ સુધી તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલાની ફરિયાદ માટે કિશોરી પોલીસ મથકે ગઈ હતી. એ દરમિયાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બબાતની જાણ થતાની સાથે જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કોઈ એક નહીં પરંતુ દરેક મુખ્યમંત્રીએ ગુજરાતને બનાવ્યું છે ગૌરવવંતુ : વાંચો તમામ સીએમનું યોગદાન