Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ/ શિવસેનાનો ભાજપ પર તંજ, ન સમજો આને ‘મહા જનાદેશ’

મહારાષ્ટ્રમાં એક પણ પાર્ટીને જનતાએ સ્પષ્ટ બહુમત આપી નથી. સૌથી વધુ બેઠકોની આશા રાખી રહેલી ભાજપ 2014માં મેળવેલી બેઠકોથી પણ ઓછી બેઠકો 2019 વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકી હતી. વળી શિવસેનાને પણ 2014ની તુલનામાં 2019 વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળી છે. ત્યારે આ વાતને ધ્યાને લેતા શિવસેનાએ ભાજપ પર તંજ કસ્યો છે. શિવસેનાનું કહેવુ છે કે, […]

Top Stories India
Shivsena મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ/ શિવસેનાનો ભાજપ પર તંજ, ન સમજો આને ‘મહા જનાદેશ’

મહારાષ્ટ્રમાં એક પણ પાર્ટીને જનતાએ સ્પષ્ટ બહુમત આપી નથી. સૌથી વધુ બેઠકોની આશા રાખી રહેલી ભાજપ 2014માં મેળવેલી બેઠકોથી પણ ઓછી બેઠકો 2019 વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકી હતી. વળી શિવસેનાને પણ 2014ની તુલનામાં 2019 વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળી છે. ત્યારે આ વાતને ધ્યાને લેતા શિવસેનાએ ભાજપ પર તંજ કસ્યો છે. શિવસેનાનું કહેવુ છે કે, રાજ્યમાં કોઈ “મહા જનાદેશ” નથી અને આ પરિણામ ખરેખર તે લોકો માટે એક પાઠ છે જે “સત્તાનાં ઘમંડમાં આવ્યા હતા”.

મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેનાનું પ્રદર્શન પહેલા કરતા ખરાબ રહ્યુ તો બીજી તરફ એનસીપીએ આ ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીત્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. જ્યા 2014માં એનસીપીનાં ખાતામાં માત્ર 41 બેઠકો આવી હતી, જે આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેનો આંકડો વધીને 54 થયો છે. વળી કોંગ્રેસની જો વાત કરીએ તો તેનુ પરિણામ સારુ પણ કહી શકાય અને ખરાબ પણ કહી શકાય તેવુ રહ્યુ હતુ. જ્યા 2014માં કોંગ્રેસને 42 બેઠકોમાં જીત મળી હતી ત્યા આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 44 બેઠકોમાં જીત મળી છે. જો કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં બેઠકોની દ્રષ્ટિએ ચોથા નંબર પર રહી છે.

21 ઓક્ટોબરનાં રોજ મતદાન પૂર્વે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘મહા જનાદેશ યાત્રા’ દરમિયાન કુલ 288 માંથી 200 થી વધુ મતદાર ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. ચૂંટણીનાં પરિણામો જાહેર થયાનાં એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે ફડણવીસે ભગવા ગઠબંધન દ્વારા 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. શિવસેનાએ તેના મુખપત્ર “સામના” માં કહ્યું હતું કે આ આદેશે તે ધારણાને નકારી દીધી છે કે પક્ષ પલટો અને વિપક્ષી દળોમાં સેંઘ લગાવીને મોટી જીત મેળવી શકાય છે. આ ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસે પહેલા કરતા સારું પ્રદર્શન કર્યું છે. સંપાદકીયમાં પરિણામોનું વિશ્લેષણ કરતાં, એવું કહેવામાં આવ્યું હતું કે પરિણામો દર્શાવે છે કે રાજકારણમાં વિપક્ષને નાબૂદ કરી શકાય નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.