Not Set/ ચૂંટણી/ હરિયાણામાં બની શકે છે ભાજપની સરકાર,અપક્ષ ધારાસભ્યોએ આપ્યો ટેકો

હરિયાણામાં સરકાર રચવા ખેંચતાણ વચ્ચે ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતા અને તેમને સમર્થન પણ આપ્યું હોવાનું ભાજપના નેતા જવાહર યાદવે જણાવ્યું હતું. ત્રણ અપક્ષ ધારાસભ્યો ધરમપાલ ગોંડણ, નયનપાલ રાવત અને સોમ્બિર સાંગવાન શુક્રવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના ઘરે મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત યાદવે જણાવ્યું હતું કે […]

Top Stories Politics
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 7 ચૂંટણી/ હરિયાણામાં બની શકે છે ભાજપની સરકાર,અપક્ષ ધારાસભ્યોએ આપ્યો ટેકો

હરિયાણામાં સરકાર રચવા ખેંચતાણ વચ્ચે ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતા અને તેમને સમર્થન પણ આપ્યું હોવાનું ભાજપના નેતા જવાહર યાદવે જણાવ્યું હતું.

ત્રણ અપક્ષ ધારાસભ્યો ધરમપાલ ગોંડણ, નયનપાલ રાવત અને સોમ્બિર સાંગવાન શુક્રવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના ઘરે મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત યાદવે જણાવ્યું હતું કે બાદશાહપુર બેઠકના જીતેલા અપક્ષ ઉમેદવાર રાકેશ દૌલતાબાદ પણ નડ્ડા સાથે બેઠક કરશે. પ્રિથલાના  અપક્ષ એમએલએ નયનપાલ રાવતે જણાવ્યું કે, અમે હરિયાણામાં ખટ્ટર સરકારને સમર્થન આપવા માટે અહીં મુલાકાત માટે આવ્યા છીએ.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપને બિનશરતી સમર્થન આપવા માટે હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાએ જણાવ્યું કે તેઓ પણ ભાજપને ટેકો આપશે.

હરિયાણાના તમામ સાત અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો આપે તેવા સંકેત મળી રહ્યા છે.અપક્ષ ધરાસભ્યોમાં ધર્મપાલ ગોદાન,નયનપાલ રાવત,સોમવીર સાંગવાન,રાકેશ દોલતાબાદ,બલરાજ કુંડું અને રણજીત ચોટલાએ ભાજપને ટેકો જાહેર કરતા હરિયાણામાં ભાજપની સરકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.