રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં શિવલુચ જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 10 કિલોમીટરની ઉંચાઈ સુધી રાખનો ઢગલો જોવા મળ્યો હતો. તેને એર ટ્રાફિક માટે ખતરો કહેવામાં આવી રહ્યો છે.
કામચાટકા જ્વાળામુખી વિસ્ફોટ પ્રતિભાવ ટીમ (KVERT)એ જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યા બાદ ઉડ્ડયન વિભાગને ચેતવણી આપવામાં આવી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્વાળામુખીમાં 15 કિમીની ઉંચાઈ સુધી વિસ્ફોટ ગમે ત્યારે થઈ શકે છે. તેનાથી નીચા ઉડતા એરક્રાફ્ટ અને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓને અસર થઈ શકે છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઉસ્ટ-કામચાટસ્કી મ્યુનિસિપલ ક્ષેત્રના અધિકારીએ શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ લોકોને તેમના ઘરોમાં જ રહેવા આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ ધુમાડો 70 કિલોમીટર દૂર ક્લ્યુચી અને કોઝીરેવસ્કના વિસ્તારોમાં ફેલાઈ ગયો. તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
વર્ષ 2007માં સૌથી ખતરનાક વિસ્ફોટ
પૃથ્વી પર ઘણા જ્વાળામુખી છે, જેની ગણતરી પણ કરી શકાતી નથી. તેમાંથી શિવલુચ જ્વાળામુખી 10,771 ફૂટ ઊંચો છે. તે કામચાટકા દ્વીપકલ્પનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. છેલ્લા 10 હજાર વર્ષમાં તેણે 60 વખત ભયંકર વિસ્ફોટ કર્યા છે. કહેવાય છે કે અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ વર્ષ 2007માં થયો હતો.
ટીમે અગાઉ ચેતવણી આપી હતી
કામચાટકા જ્વાળામુખી વિસ્ફોટ પ્રતિભાવ ટીમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે તે ખૂબ જ સક્રિય છે અને કોઈપણ સમયે ફાટી શકે છે. ટીમે કહ્યું હતું કે શિવલુચ જ્વાળામુખીની અંદર લાવા ડોમ ઝડપથી વધી રહ્યો છે. તેના ખાડોમાંથી ઘણી બધી વરાળ અને ગેસ સતત નીકળી રહ્યા હતા. નાના વિસ્ફોટો પણ થયા. આખરે શિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને લગભગ 10 કિમીની ઉંચાઈ સુધી રાખનો પ્લુમ જોવા મળ્યો.
આ પણ વાંચોઃ Delhi London Air India Flight/ દિલ્હીથી લંડન જતી ફ્લાઈટમાં હોબાળો, પેસેન્જર-ક્રુ મેમ્બર સાથે કરી મારામારી અને…
આ પણ વાંચોઃ રિન્કુ સામે ગુજરાત બન્યું પિન્કુ/ અંતિમ ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકારી ગુજરાત સામે કેકેઆરને જીત અપાવતો રિંકુ
આ પણ વાંચોઃ ગીર સોમનાથ/ હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ
આ પણ વાંચોઃ શિંદે-ઉદ્ધવ/ અયોધ્યામાં શિંદેના ઉદ્ધવ પર પ્રહારઃ પિતાને આપેલું વચન ન નીભાવ્યું