Not Set/ LRD/ સમાજના લોકો વચ્ચે ઘૃણા થાય તેવા પરિપત્ર સરકાર કેમ બહાર પડે છે..? MLA નૌસાદ સોલંકી

સમાજના લોકો વચ્ચે ઘૃણા થાય તેવા પરિપત્ર સરકાર કેમ બહાર પડે છે..? ધારાસભ્ય નૌસાદ સોલંકી દ્વારા સરકાર અને સરકારી તંત્રને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, LRD મહિલાનાં સમર્થનમાં કોંગી આગેવાનો અને ધારાસભ્યો ધરણા પર બેસશે. સત્યાગ્રહ છાવણી પર LRD આંદોલન નો આજે 63મો દિવસ છે. ઘર અને પરિવાર મૂકીને આ મહિલાઓ […]

Top Stories Gujarat
lrd LRD/ સમાજના લોકો વચ્ચે ઘૃણા થાય તેવા પરિપત્ર સરકાર કેમ બહાર પડે છે..? MLA નૌસાદ સોલંકી

સમાજના લોકો વચ્ચે ઘૃણા થાય તેવા પરિપત્ર સરકાર કેમ બહાર પડે છે..? ધારાસભ્ય નૌસાદ સોલંકી દ્વારા સરકાર અને સરકારી તંત્રને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, LRD મહિલાનાં સમર્થનમાં કોંગી આગેવાનો અને ધારાસભ્યો ધરણા પર બેસશે.

સત્યાગ્રહ છાવણી પર LRD આંદોલન નો આજે 63મો દિવસ છે. ઘર અને પરિવાર મૂકીને આ મહિલાઓ પોતાનો હક્ક મેળવવા અંદોલન પર બેઠી છે. 63-63 દાડા વિતી જવા છતાય આ કહેવાતી સંવેદનશીલ સરકારનાં પેટનું પાણી હાલતું નથી. આજે આ બહેનોને મળવા માટે નૌશાદ સોલંકી- ધારાસભ્ય દસાડા અને ચંદનજી ઠાકોર – ધારાસભ્ય સિદ્ધપુર, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા.

LRD મુદ્દે આંદોલન કરી રહેલ બહેનોને મળવા પહોંચેલા બંને ધારાસભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી બુધવારથી આ મહિલાઓની વહારે આવેલા કોંગી ધારાસભ્યો સત્યાગ્રહ છાવણી ખાતે સવારે થી 72 કલાકના ઉપવાસ પર બેસશે. જેમાં નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર સહિત આગેવાનો પણ ઉપવાસ પર ઉતરશે.

LRD મુદ્દે આંદોલન અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય નૌસદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં લોકો મોટી સંખ્યામાં અમારી સાથે આ મહિલાઓનાં હિતમાં જોડાશે. શા માટે સરકાર આવા પરિપત્રો કરે છે. જેથી સમાજ સમાજનાં લોકો વચ્ચે ઘૃણા ઉત્તપન થાય???

કોંગ્રેસનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, સરકાર આ બહેનો ની સાથે વાત કરવા તૈયાર નથી. બહુ જ શરમજનક ઘટના છે. SC-ST-OBC ને અન્યાય કરતો પરિપત્ર છે. કેમ સરકાર રદ નથી કરતી..? LRD મહિલા બહેનોને ન્યાય મળે તે માટે અમે અંશન પર બેસવા તૈયાર છીએ. સરકાર પોતાની મનમોજી રીતે પરિપત્ર બહાર પાડે છે. આ પરિપત્ર વિધાનસભામાં પણ નથી આવ્યો. અમે મામલે અમારે વિરોધ નોંધાવતા અનશન પર ઉતરીશું. અને જો 72 કલાકનાં અનશન પછી પણ સરકાર પરિપત્ર રદ નહીં કરે તો અમે આગળની કાર્યવાહી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.