Not Set/ #DelhiAssemblyElection2020/ આવો જાણી એ શું કહે છે સટ્ટા બજાર “AAP-BJP” વિશે, દિલ્હીમાં કાંટા ની ટક્કર ?

કોઇ પણ ચૂંટણી પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલ પર આવનારા પરિણામોની ભાપ મળતી હોય છે. અલબત તે વાત બીલકુલ અલગ છે કે, ક્યારેક એક્ઝિટ પોલ પણ ખોટા અને સદંતર ખોતા પડતા જોવામાં આવે છે. આવી જ રીતે એક્ઝિટ પોલની સાથે સાથે સટ્ટાબજાર પર પણ દરેક લોકની નજર રહેતી હોય છે અને સટ્ટામાં કોનો ભાવ કેટલો […]

Top Stories Gujarat Assembly Election 2022 India
dl ele 1 #DelhiAssemblyElection2020/ આવો જાણી એ શું કહે છે સટ્ટા બજાર "AAP-BJP" વિશે, દિલ્હીમાં કાંટા ની ટક્કર ?

કોઇ પણ ચૂંટણી પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલ પર આવનારા પરિણામોની ભાપ મળતી હોય છે. અલબત તે વાત બીલકુલ અલગ છે કે, ક્યારેક એક્ઝિટ પોલ પણ ખોટા અને સદંતર ખોતા પડતા જોવામાં આવે છે. આવી જ રીતે એક્ઝિટ પોલની સાથે સાથે સટ્ટાબજાર પર પણ દરેક લોકની નજર રહેતી હોય છે અને સટ્ટામાં કોનો ભાવ કેટલો છે તેના પરથી તેની જીતનો અણસાર મળતો આવે છે. ત્યારે હાલ દિલ્હીની ચૂંટણીનાં પરિણામોને લઇને સટ્ટા બજારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે ચૂંટણી પરિણામો મામલે સટ્ટબજારમાં આમતો જેનાં ભાવ વધુ તે સત્તાથી તેટલા જ દુર જોવાતા હોય છે ત્યારે  સટ્ટા બજાર માં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. સ્ટોડિયાઓના ટ્રેન્ડ મુજબ દિલ્હી ની ચૂંટણીમાં કોંગ્રેસ સમ ખાવા પૂરતી પણ નહીં રહે.

સટોડીયાઓના સૂત્રો મુજબ દિલ્હી માં સરકાર બનાવવા ને લઈને સટ્ટા બજાર માં ભાવ આ મુજબ છે…

આમ આદમી પાર્ટી – 70 પૈસા

ભાજપ – 85 પૈસા

કોંગ્રેસ – 5 રૂપિયા

મુખ્ય મંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલ સટોડીયાઓ ની પહેલી પસંદ છે જ્યારે મનોજ તિવારી ને સટોડીયાઓ એ નકાર્યા છે.

કેજરીવાલ -આપ – 40 પૈસા

હર્ષ વર્ધન – કોંગ્રેસ – 80 પૈસા

મનોજ તિવારી – ભાજપ – 2 રૂપિયા

સટ્ટા બજાર ના અનુમાન મુજબ ભાજપ ને આ ચૂંટણી માં 10 થી 12 બેઠકો મળવાની સંભાવના છે. આપને જણાવી દઇએ કે, અગાઉ દિલ્હી વિધાનસભા 2017 ના ઇલેક્શનમાં ભાજપ ને ફક્ત 3 બેઠકો પર વિજય મળ્યો હતો. એટલે કે ભાજપનાં મતો આ પરિણામી સટ્ટાબજારનાં ટ્રેન્ડ મુજબ વધ્યા છે, પરંતુ સરકાર બનાવવા માટે તે પૂરતું નથી.

પાર્ટી તો કોંગ્રેસ પણ છે.એટલે તેનો ઉલ્લેખ પણ જરૂરી છે.સટ્ટા બજાર મુજબ આ ઇલેક્શનમાં કોંગ્રેસ સૌથી ઓછી બેઠકો પર વિજય મેળવશે. કોંગ્રેસ ફક્ત એક કે બે સીટ જ જીતી શકશે.અગાઉ ની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક પર વિજય મળ્યો ન હતો.

આમ આદમી પાર્ટી ને શાહીન બાગ થી થયેલુ નુકસાન

સટ્ટા બજાર ના એક સટોડીયા મુજબ શાહીન બાગ નો મુદ્દો જ્યાર સુધી ચૂંટણી પ્રચાર માં ઉઠ્યો ન હતો ત્યાર સુધી આમ આદમી પાર્ટી ને 69 બેઠકો પર વિજય મળવાના ચાન્સ હતા. પરંતુ શાહીન બાગ ના મુદ્દો ચૂંટણી પ્રચાર માં આવ્યા બાદ હવે ફક્ત 59 જેટલી સીટો જ પ્રાપ્ત થશે. આ વાત પર થી ફલિત થાય છે કે શાહીન બાગ નો મુદ્દો ભાજપે રણનીતિ પ્રમાણે ઉપાડ્યો જેનો લાભ ભાજપ ને મળશે તેમ સટ્ટા બજાર ના સટોડીયાઓ નું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.