Not Set/ અરિજિત સિંહે એક સાથે ખરીદ્યા ચાર ફ્લેટ, જાણે કેટલી છે કિંમત!

અરિજિત સિંહ તેમના રોમેન્ટિક ગીતો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમના કોન્સર્ટ હંમેશાં હાઉસફુલ રહે છે. લોકોના પ્રેમ છેલ્લા ઘણા સમયથી એટલો મળી રહ્યો છે કે જ્યારે તેઓએ પોતાના માટે ઘર શોધવા નીકળ્યા હતા, ત્યારે એક  નહીં પરંતુ ચાર ફ્લેટ એક સાથે ખરીદ્યા હતા. અરિજિત સિંહે તાજેતરમાં જ મુંબઇના વર્સોવા વિસ્તારમાં એક સાથે 4 ફ્લેટ […]

Uncategorized
Untitled 97 અરિજિત સિંહે એક સાથે ખરીદ્યા ચાર ફ્લેટ, જાણે કેટલી છે કિંમત!

અરિજિત સિંહ તેમના રોમેન્ટિક ગીતો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમના કોન્સર્ટ હંમેશાં હાઉસફુલ રહે છે. લોકોના પ્રેમ છેલ્લા ઘણા સમયથી એટલો મળી રહ્યો છે કે જ્યારે તેઓએ પોતાના માટે ઘર શોધવા નીકળ્યા હતા, ત્યારે એક  નહીં પરંતુ ચાર ફ્લેટ એક સાથે ખરીદ્યા હતા.

અરિજિત સિંહે તાજેતરમાં જ મુંબઇના વર્સોવા વિસ્તારમાં એક સાથે 4 ફ્લેટ ખરીદ્યા છે. જો સૂત્રોની વાત માનીએ તો, અરિજિત સિંહે એક સાથે ચારેય ફ્લેટ ખરીદ્યા છે અને આ બધા ફ્લેટ્સ એક જ બિલ્ડિંગમાં છે. મુંબઈનો વર્સોવા વિસ્તાર એ પોશ વિસ્તારોમાંનો એક છે જ્યાં અરિજિતે સવિતાને ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આ ચાર ફ્લેટ્સ ખરીદ્યા છે. આ તમામ ફ્લેટને રજીસ્ટ્રેશન 22 જાન્યુઆરીએ કરાવ્યા છે.

આટલી છે કિંમત

જો સૂત્રોની વાત માનીએ તો પ્રથમ ફ્લેટ 32 સ્કવાયર મીટર છે, જેની કિંમત એક કરોડ 80 લાખ છે, જ્યારે બીજો ફ્લેટ 70 સ્કવાયર મીટર છે, જેની કિંમત બે કરોડ 20 લાખ છે. આ ફ્લોર પર ત્રીજો ફ્લેટ 80 સ્કવાયર મીટર છે, જેની કિંમત 2 કરોડ 60 લાખ છે. જ્યારે ચોથો ફ્લેટ 70 સ્કવાયર મીટર છે, જેના માટે અરિજિતે અઢી કરોડની કિંમત ચૂકવી છે.

આ ચાર ફ્લેટ માટે અજિતે લગભગ 9 કરોડની આસપાસ ખર્ચ કર્યા છે. સામાન્ય રીતે, હસ્તીઓ તેમની પ્રાઈવેસી માટે બિલ્ડીંગનો એક સમગ્ર ફ્લોર પોતાના નામે કરે છે. કદાચ આ જ કારણ છે કે અરિજિત સિંહે એક સાથે એક જ નહીં પરંતુ 4 ફ્લેટ એક સાથે જ ખરીદ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.