સાબરકાંઠા,
સાબરકાંઠામાં જાણે કે એક યુવતીની લાશ પોતાના ન્યાય માટે ત્રીસ દીવસ થી બરફ વચ્ચે થીઝી ને લડી રહી છે ત્યારે પોલીસે પણ નવ આરોપીઓ સામે ફરીયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી છે જે નવ આરોપીઓ સામે ફરીયાદ નોંધી છે તેમને પોલીસે શકમંદ આરોપી તરીકે દર્શાવ્યા છે અને તે પૈકીના સાત આરોપીઓ નુ લાઇ ડીટેકશન ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે
સાબરકાંઠાની પિન્કી ગમારની જીવન યાત્રા ત્રીસ દીવસ પહેલા સંકેલાઇ ચુકી છે પણ તેનો સંઘર્ષ ન્યાય માટે ચાલુ જ છે,સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરીયાળ પાંચ મહુડા ગામની પિન્કી ગમાર નામની યુવતી ખેડબ્રહ્મા નજીકની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેની લાશ ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી પોલીસે તપાસનો દૌર શરુ કર્યો હતો અને આખરે લાશની ઓળખ પિન્કી તરીકે થઇ આવી હતી. પોલીસે લાશને જોઇને માની લીધુ હતુ કે યુવતી એ આત્મ હત્યા કરી લીધી છે.
અને એ દીશામાં પોલીસે તપાસ નો દૌર પણ શરુ કરી દીધો હતો પરંતુ પોલીસની આ તપાસ થી પિન્કીના પરીવાર જનો ને સંતોષ નથી અને આખરે તેમણે લાશને પોતાના ઘરે જ બરફની પાટો વચ્ચે સાચવવો શરુ કરી દીધો હતો. લાકડાનુ કોફીન પ્રકારની એક પેટી તૈયાર કરી દીધી અને તેમાં બરફ વચ્ચે પિન્કીની લાશને સાચવવાની શરુઆત કરી અને બીજી તરફ સાચી તપાસની માંગ શરુ કરી હતી.
કે ઘટના આત્મહત્યાની નહી પણ હત્યાની હોવાની આશંકા સાથે પરીવારજનોએ તપાસ કરવા માટે માંગ કરી હતી જેને લઇને પોલીસે અઠ્ઠાવીસ દીવસ બાદ નવ આરોપીઓને શકમંદ તરીકે દર્શાવીને ફરીયાદ દર્જ કરી હતી અને તેમની સામે હવે અગમ્ય કારણોસર ત્રાસ ગુજારવાની જેના કારણે આપઘાત કર્યો હોવાની ફરીયાદ ખેડબ્ર્હમા પોલીસે દર્જ કરી છે.
જેને લઇને પોલીસે તપાસ હાથ ધરતા હવે શકમંદ આરોપી સામે તપાસ હાથ ધરી છે અને જે પૈકીના સાત આરોપીઓનો લાઇ ડીટેકશન કરવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે આ માટે ગાંધીનગર સ્થિત એફએસએલ ને રીપોર્ટ મોકલી આપ્યો છે અને સાત શકમંદ આરોપીઓનો લાઇ ડીટેકશન હાથ ધરવામાં આવશે