કાળજુ કંપાવતી ઘટના/ પાટણમાં મોટાભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું

પાટણ શહેરમાં કાળજું કંપાવતી ઘટના બની છે.મોટાભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું.

Top Stories Gujarat Others
મોતના સમાચાર
  • ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ મોત
  • એક સાથે બે ભાઇઓના મોત થતાં પરિવારમાં માતમ
  • મોટાભાઇના મોતના CCTV આવ્યા સામે

પાટણ શહેરમાં કાળજું કંપાવતી ઘટના બની છે.મોટાભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું. ભાઈના મોતના સમચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઈનું મોત નિપજ્યુ હતું.ત્યારે એક સાથે બે ભાઈઓના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયુ હતું.મોટા ભાઈ રોડ પર ચાલતા જતા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે ઢળી પડ્યા હતા. મોટા ભાઈ અરવિંદ પટેલને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. જ્યારે નાના ભાઈ દિનેશ પટેલને મોતના સમચાર મળતા જ ઘરે બેઠાં-બેઠાં ઢળી પડ્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર, પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓનાં મોત થયા છે અને બંનેની એક સાથે અર્થી ઉઠી છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ બેંકમાં ચેક ભરવા ગયા હતા અને બહાર આવીને ખુરશી પર બેઠા હતા. બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર જ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ પણ કેદ થઈ હતી. જોકે, અરવિંદ પટેલને હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મોટાભાઈ અરવિંદના મોતના સમચારા સાંભળી નાના ભાઈ દિનેશ પટેલ દુકાનથી ઘરે આવ્યા હતા અને પરિવારને આશ્વાસન આપી રહ્યા હતા કે કોઈ હિંમત ન હારતા બધુ સારું થઈ જશે, પણ તેવામાં દિનેશભાઈને પણ ગભરામણ થતા તેઓ પણ ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પટેલ પરિવારમાં મોટભાઈના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો હતો. તો બીજી તરફ નાના ભાઈ દિનેશને હોસ્પિટલ ખસેડાયા હતા.

અરવિંદભાઈની અંતિમવિધિની તૈયારી ચાલતી હતી તે સમયે નાના ભાઈ દિનેશભાઈએ પણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉંમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ, ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આ પણ વાંચો:અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં નિર્ણય, હવેથી કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ નહીં લાવી શકશે

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત, જાણો ક્યાં નોંધાયો મૃત્યુનો આ કેસ

આ પણ વાંચો:સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ

આ પણ વાંચો:‘અંતિમ’ સ્નાન, ગોધરાના ખાડી ફળિયાનો બાળક દેવ તલાવડીમાં ડૂબ્યો