મોટા સમાચાર/ અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં નિર્ણય, હવેથી કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ નહીં લાવી શકશે

કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે

Top Stories Gujarat Others
Untitled 40 અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં નિર્ણય, હવેથી કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ નહીં લાવી શકશે

છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પહેલા મોહનથાળ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો અને ત્યારે હવે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળને લઈને નિર્ણય લેવાતા ભક્તો રોષમાં છે. આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે

આપને જણાવી દઈએ કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટે સ્વચ્છતાને લઇને મોટો નિર્ણય લીધો છે. હવેથી પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકાય. મંદિરમાં છોલેલું નારિયેળ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત છોલ્યા વગરનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાની જાહેરાત પણ કરાઇ છે.  આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.

ઉલ્લેખનીય છે કે, એકબાજુ અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને માત્ર ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રાખવામાં આવતા માઈભક્તોમાં ભારે રોષ છે. હિન્દુ સંગઠનો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે મંદિરમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય. ત્યારે હવે જોવાનું રહેશે કે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયની આગામી સમયમાં શું અસર થશે.

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત, જાણો ક્યાં નોંધાયો મૃત્યુનો આ કેસ

આ પણ વાંચો:સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ

આ પણ વાંચો:ઊભા પાકને ચરી ખાતા જંગલી ભૂંડ, ખેડૂતો ત્રાહિમામ

આ પણ વાંચો:આવતીકાલથી બોર્ડની પરીક્ષાઃ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે