Unseasonal rain/ સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ

સુરતના ઓલપાડમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાતો હતો. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફટકો પડી શકે તેવી શક્યતા છે.

Top Stories Gujarat Surat
વરસાદ

 સુરત શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઓલપાડમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાતો હતો. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફટકો પડી શકે તેવી શક્યતા છે.

હાલમાં ઉનાળો શરુ થઇ ગયો છે અને સુરતમાં ગરમી અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, ત્યારે કમોસમી વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી શહેરીજનોને રાહત મળી હતી.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. તો 16મી માર્ચે પણ આ જિલ્લામાં છૂટોછવાયો મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી રહી શકે છે. તો બીજી તરફ, માછીમારો માટે કોઈ આગાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવી જ રીતે જો બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તો ખેડૂતોના પાકને નુકશાન જવાની ભીતિ રહેલી છે.

મહત્વનું છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આવનાર બે થી ત્રણ દિવસ માટે કમોસમી માવઠા અને 40 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનનાં સુસવાટાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકમાં સોમવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં વાતાવરણનાં પલટાનાં કારણે ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવી જતા જોવા લાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસ સુધી પડેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ. ત્યારે આજરોજ ફરીવાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવી જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળવાનાં એંધાણ વર્તાવા પામ્યા છે.

આ પણ વાંચો:કચ્છની ધરા પર 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 29 કિમી દૂર

આ પણ વાંચો:‘અંતિમ’ સ્નાન, ગોધરાના ખાડી ફળિયાનો બાળક દેવ તલાવડીમાં ડૂબ્યો

આ પણ વાંચો:ઊભા પાકને ચરી ખાતા જંગલી ભૂંડ, ખેડૂતો ત્રાહિમામ

આ પણ વાંચો:અરવલ્લીમાં શરદી, ખાંસી, તાવના કેસમાં ધરખમ વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ