grief/ અહેમદ પટેલનાં નિધનનાં સમાચાર સાથે રાજકીય પરિપેક્ષમાં સોંપો, PM – રાહુલ – પ્રિયંકા સહિતનાંએ આ રીતે પ્રગટ કર્યો શોક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘અહેમદ પટેલના નિધનથી હું દુખી છું. તેમણે જાહેર જીવનમાં ઘણા વર્ષો પસાર કર્યા,

Top Stories India
ahmed patel.jpg1 અહેમદ પટેલનાં નિધનનાં સમાચાર સાથે રાજકીય પરિપેક્ષમાં સોંપો, PM - રાહુલ - પ્રિયંકા સહિતનાંએ આ રીતે પ્રગટ કર્યો શોક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘અહેમદ પટેલના નિધનથી હું દુખી છું. તેમણે જાહેર જીવનમાં ઘણા વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો છે. અહેમદભાઇના આત્માને શાંતિ મળે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલા અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના આધારસ્તંભ હતા. તેમણે કોંગ્રેસમાં જીવનનો શ્વાસ લીધો અને સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા. અમને તેમની કમી ખાલશે.  ફૈઝલ, મુમતાઝ અને પટેલ પરિવાર પ્રત્યે સંવેદના.

કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘અહેમદ જી માત્ર એક બુદ્ધિશાળી અને અનુભવી સાથીદાર જ નહોતા. અડગ, વફાદાર અને વિશ્વાસપાત્ર એવા અહેમદ જી એક સાચા સાથીદાર, એક મિત્ર હતો, જે અંતક્ષણ સુધી આપણા બધાની(કોંગ્રેસની) સાથે ઉભા રહ્યા.  તેમની પાસેથી હું સતત સલાહ-મસલત કરતી હતી. તેમના મૃત્યુએ એક વિશાળ શૂન્ય અવકાશ છોડ્યું છે. તેના આત્માને શાંતિ મળે. ‘

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુજેવાલાએ અહેમદ પટલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘નિશાબ્દ .. જેને દરેક નાના-મોટા, વડીલ, મિત્ર, ભાગીદાર, વિરોધી પણ એ જ નામથી માન આપતા તે -‘ અહેમદ ભાઈ ‘! જેમણે હંમેશાં નિષ્ઠા અને કર્તવ્ય નિભાવ્યું હતું, તેઓ હંમેશા પક્ષને કુટુંબ માનતા હતા, જેમણે હંમેશા રાજકીય સીમાએ મટાડી દિલો પર રાજ કર્યું છે, હજુ પણ વિશ્વાસ નથી થતો…. અલવિદા “અહમદ જી”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…