Encounter by police/ એક અપહરણ, બેગમાં લાશ અને 8 એન્કાઉન્ટર

દરેક કિડનેપરના પગમાં વાગી ગોળી, પોલીસનુ અજીબ ઓપરેશન

Top Stories India
Beginners guide to 94 3 એક અપહરણ, બેગમાં લાશ અને 8 એન્કાઉન્ટર

delhi news : અવધેશકુમાર, દિપક ગુપ્તા, અંકિત સોભન યાદવ, જતીન દિવાકર, રવિ, આશિષ અને રિયાઝ ઉર્ફે મુન્ના  આ તમામ નામ શાતીર બદમાશોના છે જે એક પછી એક ગોળી વાગ્યા બાદ હોસ્પિટલ પહોંચ્યા. તમામ ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની વિગત મુજબ  13 વર્ષના એક બાળકનું અપહરણ થયા બાદ બદમાશો તેને એક ટ્રોલી બેગમાં ભરીને કારની ડેકીમાં બંધ કરી દે છે. બીજીતરફ કોઈ રીતે પોલીસ અપહરણકારો સુધી પહોંચી જાય છે. પણ ત્યાં સુધી ઘણો સમય વીતી ગયો હતો. શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ શરૂ થાય છે ઉત્તરપ્રદેશ પોલીસનું એન્કાઉન્ચર. જ્યાં સુધી એન્કાઉન્ટર ખતમ થાય ત્યાં સુધીમાં તમામ કિડનેપરના પગ ગોળીઓથી લોહીલુહાણ થી ગયા હતા. હોસ્પિટલમાં દાખલ તમામ બદમાશોના ડાબા કે જમણા પગમા ગોળીઓ વાગેલી છે. તેમના શરીર પર કોઈપણ ઈજાના નિશાન નથી. ઉત્તરપ્રદેશ પોલીસનું નિશાન એટલું ચોક્કસ હતું કે એક ઈંચ ગોળી આઘી પાછી થઈ ન હતી. પોલીસની ગોળી ત્યાં જ વાગી જ્યાં તે મારવા માંગતી હતી.

આજના જમાનાની આ એન્કાઉન્ટરની ઓળખાતી વાર્તા છે. આ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરના સિકાર થયા હતા. આ આઠેયની ગણના સાથે તે બસોથી વધુ લોકોમાં સામેળ થઈ ચુક્યા છે, જેમને એન્કાઉન્ટરના નામે ઉત્તરપ્રદેશ પોલીસે એક જ ઠેકાણે ગોળી મારી છે. યુપી પોલીસના આ ઓપન સિક્રેટ એન્કાઉન્ટરના સત્ય બાબતે આનાથી વધુ કંઈ કહેવાની જરૂર નથી. આથી હવે આ એન્કાઉન્ટર પહેલાની કહાની પર પહોંચીએ. જોકે એન્કાઉન્ટર પહેલા યુપી પોલીસે જે પણ કંઈ કર્યું તેના વખાણ પણ થવા જોઈએ.

દિલ્હીથી 400 કીમી દુર યુપીના ઔરૈયા જીલ્લાના એરવા કટરામાં વેપારી શકીલ પોતાના પરિવાર સાથે રહે છે. 23 માર્ચે શકીલનો 13 વર્ષનો દિકરો સુભાન બપોરે પોતાના મિત્રો સાતે ક્રિકેટ રમવા ઘરેથી બહાર ગયો હતો. સાંજ સુધી જોકે તે ઘરે ન પહોંચતા તેના પરિવારે તેની શોધ આદરી. જોકે તેનો ક્યાંય પતો ન લાગતા તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે સક્રિય થયેલી પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો રિયાઝ ઉર્ફે મુન્ના નામનો શખ્સ સુભાન પાસે જવાનો પ્રયાસ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રિયાઝે જ તે મેચ રમવા બોલાવ્યો હતો. જેને પગલે પોલીસે રિયાઝના ઘરે તપાસ કરતા તે ઘરે મળ્યો ન હતો. પોલીસની શંકા વધતા તેમણે તપાસ કરી તો રિયાઝ સાથે તેના ત્રણ મિત્રો પણ ઘરેથી ગાયબ હોવાનું જણાયું હતું.

પોલીસે હવે રિયાઝ ઉર્ફે મુન્ના અને તેના મિત્રોની કોલ ડિટેલ કાઢવાનું શરૂ કર્યું. તેમાંથી જ પોલીસને પહેલી કડી મળી. શંકાનું કારણ એ હતું કે મુન્નાને અચાનક કેમ દિલ્હી જઈ રહ્યો હતો ? પોલીસે મુન્ના એને તેના મિત્રોના લોકેશન ટ્રેસ કરવાનું શરી કર્યું તો જાણવા મળ્યું કે તે નોઈડા અને બુલંદશહર થઈને દિલ્હીની બહાર જઈ રહ્યા છે. ઔરૈયા પોલીસે પહેલા નોઈડા અને બાદમાં દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે જોયું તો મુન્નો સતત ચાર જણા સાથે વાત કરી રહ્યો હતો. આ ચારેય દિલ્હીના આરોપી હતા. આ ઈનપુટ ઔરૈયા પોલીસે દિલ્હી પોલીસ સાથે કન્ફર્મ કર્યું. હવે દિલ્હી પોલીસ ચારેયના લોકેશન શોધવામાં લાગી ગઈ. જેમાં તેમનું લોકેશન દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં મળ્યું. બીજીતરફ ઔરૈયા પોલીસ પણ દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી. બાદમાં દિલ્હી પોલીસની મદદથી તેઓ પશ્ચિમ વિહારના બદમાશોના લોકેશન પર પહોંચે છે. મોબીલમાં જે લોકેશન આવતું હતું ત્યાં જ ચારેય શખ્સો કાર સાથે ઉભા હતા. પોલીસે ચારેયને દબોચી લીધા. જેમાં અવધેશ અને તેના ત્રણ સાગરીતનો સમાવેશ થતો હતો.

સુભાનનું અપહરણ કરીને મુન્નો તેના ત્રણ સાગરીત સાથે ઔરૈયાથી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હી જઈને તેણે સુભાનને એવધેશ અને તેની ગેંગને સોંપી દીધો હતો. કાવતરૂ એ હતું કે સુભાનના ઘરેથી ખંડમી મળી જાય ત્યારે સુભાનને દિલ્હીમાં જ છોડી દેવાનો હતો. જ્યારે ખંડમીની રકમ ઔરૈયામાં જ એક જંગલમાં વસુલવાનું કાવતરૂ હતું. મુન્નો સુભાનને અવધેશ ગેંગને સોંપીને પોલીસથી બચીને ઔરૈયા પહોંચી ગયો હતો.

બીજીતરફ પોલીસને અવદેશ અને તેની ગેંગ તો મળી ગઈ પરંતુ મુન્ના અને સુભાન મલ્યા ન હતા. પોલીસે અવધેશને સુભાન બાબતે પુછ્યું તો તેણે કહ્યું કે સુભાન કારની ડેકીમાં છે. પોલીસે કારની ડેકી ખોલી તો ટ્રોલીમાં સુભાન મળ્યો હતો.તેના હાથ પગ બાંદેલા હતા અને બેભાન હાલતમાં હતો. પોલીસ તેને તાત્કાલિક સંજય ગાંધી હોસ્પિટલ લઈ ગઈ. જોકે ડોક્ટરે તેને મૃત ઘોસિત કર્યો. ટ્રોલી બેગમાં બંધ કરીને ડેકીમાં રાખવાને કારણે શ્વાસ રૂંધાવાથી સુભાનનું મોત નીપજ્યું હતું.

દિલ્હી પહોંચ્યા બાદ ઔરૈયા પોલીસ અવધેશ અને તેના સાથીઓને લઈને દિલ્હી પરત આવતી હતી. રસ્તામાં તેમમે અવધેશને પુછપરછ કરી તો જાણવા મલ્યું કે મુન્નો તેના ત્રમ સાગરીત સાથે ઔરૈયામાં જ ક્યાંક છુપાયો છે. જોકે તેમના લોકેશનની ખબર ન હતી. જોકે અવધેશે એ જમાવ્યું કે ખંડણીની રકમ એરવા કટરાના જંગલમાં વસુલવાની હતી. આથી પોલીસે અવધેશને કહ્યું કે ફોન કરીને મુન્ના ને તે જ જંગલમાં બોલાવે.

સોમારે પોલીસ રવા કટરા જંગલમાં પોલીસની અનેક ટીમો અવધેશ અને તેના સાગરીતોને લઈને પહેલાજ પહોંચી જાય છે. હેવ અહીંથી વાર્તાની શરૂઆત થાય છે. પોલીસની કહાની મુજબ જંગલમાં છુપાયેલા મુન્ના અને તેના સાથીઓ જેવા અવધેશ અને તેના સાથીઓને પોલીસની કસ્ટડીમાં જુએ છે કે તરત તે આખો મામલો સમજી જાય છે. જેને પગલે તો પોલીસ પર ગોળીઓ ચલાવવા લાગે છે. મુન્ના અને તેના સાથીઓને ગોળી ચલાવતા જોઈને અવધેશ અને તેના ત્રણ સાથીઓ પણ પોલીસના કબજામાંથી ભાગવા લાગે છે.

પોલીસ બાદમાં ગોળીબાર કરે છે અને મુન્ના અને વધેસ સહિત સુભાનના અપહરણમાં સામેલ આઠે આઠ બદમાશોને પગમાં ગોળીઓ વાગે છે. આ એન્કાઉન્ટરમાં હંમેશાની જેમ પોલીસની ગાડીઓ ઉપર પણ ગોળીઓ વાગે છે. ત્રણ પોલીસ પણ જખ્મી થયા છે. જોકે આ ઈજાઓ સામાન્ય છે. તમામ આરોપીઓ પોલીસને હાથે ઝડપાઈ જાય છે. જોકે સુભાન હવે ક્યારેય પરત નહી આવે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે