ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ સુદર્શન બ્રીજ નિર્માણ પહેલાથી જ નિયમભંગ નાં મુદ્દે ચર્ચામાં રહે છે.ત્યારે લોકાર્પણ પહેલા ખાનગી ઉપયોગ પછી અને લોકાપર્ણ પછી બ્રીજની ટોચ પર ચડી ગયેલા યુવાનોનો વિડીયો અને એ પછી તાજેતરમાં બાઇક સ્ટંટનો વિડીયો સામે આવ્યો હતો. માહિતી અનુશાર બાઇક સ્ટંટ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાં જ એક યુવતી બ્રીજ પર ડાન્સ કરી રહી હોવાનો વિડીયો વહેતો થતા ખળભળાટ થયો છે. આ વિડીયોમાં વાહન વ્યવહાર ચાલુ હોય છે અને યુવતી બ્રીજ પર ડાન્સ કરી રહી છે એટલેકે અકસ્માતનાં જોખમ વચ્ચે રીલ બનાવવામાં આવી છે.
સોશ્યલ મિડીયામાં આ રીલ વાયરલ થતા ફરી એક વખત સુરક્ષા પર સવાલ ઉભો થયો છે ઉલ્લેખનીય છે કે બ્રીજ પર સીસીટીવી કેમેરા પણ છે ત્યારે લાઇવ સર્વેલન્સ યોગ્ય રીતે થાય તો આવા સ્ટંટ અને ડાન્સ કરી જોખમી રીલ બનાવવાની પ્રવૃતિ ડામી શકાય.બ્રીજની બંને તરફ સિકયુરિટી ગાર્ડ તો છે પરંતુ તે સોભાના ગાઠયા સમાન હોય તેમ આવા સ્ટંટબાજો તેમની નજરમાં આવતા કેમ નથી તે પણ એક મોટો સવાલ છે.
આ પણ વાંચો: Gujarat-Kutch/શું કચ્છમાં હતું હડપ્પન સંસ્કૃતિનું અસ્તિત્વ, પુરાતત્વ વિભાગને મળ્યું 500 કબરો ધરાવતું કબ્રસ્તાન
આ પણ વાંચો: સુરત/સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે