Politics/ TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને જેમ્સ બોન્ડને મધ્યમાં રાખી વડાપ્રધાન મોદી સામે તાક્યું નિશાન

વડાપ્રધાન મોદીને જેમ્સ બોન્ડની જેમ બતાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ઉપર લખ્યું છે કે, – દે કોલ મી 007. તેની સાથે જ તેમણે ત્રણ વાત પણ લખી છે, જે સીધી જ સરકાર પર અર્થવ્યવસ્થાને લઇ હુમલો કરનારી છે. જેમાં જીરો ડેવલોપમેન્ટ, જીરો ઇકોનોમિક ગ્રોથ અને 7 વર્ષ ઓફ ફાયનાન્સિયલ મીસ મેનેજમેન્ટ લખ્યું છે.

Top Stories India
derek o brien james bond

તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને અર્થવ્યવસ્થાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું છે. ડેરેકે ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીને જેમ્સ બોન્ડની જેમ બતાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ઉપર લખ્યું છે કે, – દે કોલ મી 007. તેની સાથે જ તેમણે ત્રણ વાત પણ લખી છે, જે સીધી જ સરકાર પર અર્થવ્યવસ્થાને લઇ હુમલો કરનારી છે. જેમાં જીરો ડેવલોપમેન્ટ, જીરો ઇકોનોમિક ગ્રોથ અને 7 વર્ષ ઓફ ફાયનાન્સિયલ મીસ મેનેજમેન્ટ લખ્યું છે. ડેરેક પોતે ટીએમસીના રાજ્યસભાના સાંસદ છે. ડેરેક કેન્દ્ર સરકાર સામે આંકડાકીય રીતે પ્રદર્શન કરીને સવાલો ઉઠાવતા રહ્યા છે. આ પહેલા પણ કર્ણાટક  કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ટ્વીટ કર્યું હતું અને વિવાદનો મધપુડો છંછેડાયો હતો.

ડેરેકની આ તસવીર વડાપ્રધાન મોદી પર કર્ણાટક કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણી બાદ આવી છે. જેમાં તેમણે વડાપ્રધાનને “અંગુઠાછાપ “ કહ્યું હતું. જોકે સખત ટીકા કરવામાં આવતા તે ટ્વીટને ડીલીટ પણ કરી દેવામાં આવ્યું હતું. તમામ વ્યક્તિઓએ આ હુમલાને વડાપ્રધાન મોદી પર ખાનગી રીતે કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. કર્ણાટક ભાજપે તો કહ્યું હતું કે, કોંગ્રેસ આટલા નીચા સ્તરે રાજનીતિમાં જશે તે કલ્પ્યું પણ ન હતું.

કન્નડ ભાષામાં આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે સ્કૂલ બનાવી પરંતુ વડાપ્રધાન મોદી ક્યારેક ભણવા માટે ગયા નથી. કોંગ્રેસે પ્રૌઢ લોકોને ભણાવવા માટે પણ યોજના બનાવી હતી પરંતુ મોદી ત્યાં પણ જઈને કઈ શીખ્યા નથી. જે લોકોએ ભીખ માંગવા પર રોક હોવા છતાં પસંદગી કરી, હવે તેમણે લોકોને ભીખ માંગવા માટે મજબૂર કરી દીધા છે. દેશ #અંગુઠાછાપમોદી ના કારણે પરેશાનીનો સામનો કરી રહી છે. કર્ણાટક કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પણ આ નિવેદનને નિંદનીય ગણાવ્યું છે.

krn tweet TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને જેમ્સ બોન્ડને મધ્યમાં રાખી વડાપ્રધાન મોદી સામે તાક્યું નિશાન