હરિયાણા/ અંબાલા-દિલ્હી હાઈવે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5ના મોત 

આજે વહેલી સવારે હરિયાણામાં અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પિટલ નજીક બસ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા

Top Stories India
અંબાલા-દિલ્હી હાઈવે

હરિયાણાના અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પિટલ નજીક સોમવારે સવારે ત્રણ પ્રવાસી બસો  જોરદાર અથડાતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 10 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોને અંબાલા શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ICPR દ્વારા BAPS ના પૂ.ભદ્રેશદાસ સ્વામીને લાઇફ ટાઇમ અચીવમેંટ એવોર્ડ’ એનાયત

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ ઝારખંડના રહેવાસી રાહુલ (21), ઉત્તર પ્રદેશના પ્રદીપ કુમાર (22), છત્તીસગઢના મેના બાઈ (4), રોહિત કુમાર (53) અને એક અજાણ્યા મુસાફર તરીકે થઈ છે. આ અકસ્માતમાં બે બસને ભારે નુકસાન થયું હતું અને તેને ક્રેનની મદદથી હાઈવે પરથી હટાવવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં સામેલ ત્રણેય ખાનગી બસના હતા.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે કટરાથી દિલ્હી જઈ રહેલી ત્રણ ટૂરિસ્ટ ડીલક્સ બસ અથડાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો :ગૃહ મંત્રી અમિત શાહ અમરિંદર સિંહના ઘરે પહોચ્યા,બેઠકની વહેંચણી પર થશે વાતચીત

પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે તમામ મુસાફરો બસમાં સૂઈ રહ્યા હતા. આગળની બસ અચાનક થોભાવવાને કારણે પાછળથી આવતી બંને બસ સામસામે અથડાઈ હતી. જો કે ત્રણેય બસ હાઇવેની સાઈડમાં ઉભી રહી હતી જેથી મોટા અકસ્માત બાદ પણ હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ રહ્યો હતો.

એએસઆઈ નરેશે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે હરિયાણામાં અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પિટલ નજીક બસ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. બસ દિલ્હી તરફ જઈ રહી હતી ત્યારે બીજી બસે તેને પાછળથી ટક્કર મારી હતી. અમે કેસ નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે જમ્મુ બાજુથી આવતી બસ દિલ્હી તરફ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી. બસનો ડ્રાઈવર, જે જમ્મુથી દિલ્હી જઈ રહ્યો હતો, તે સ્થળ પરથી ભાગી ગયો હતો, પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યા ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :તેલંગાણા અને છત્તીસગઢના સરહદી વિસ્તાર પાસે 6 નકસલવાદીઓ ઠાર

આ પણ વાંચો :વિશ્વમાં ઓમિક્રોનનો કહેર, ભારતમાં આજે પણ કોરોનાનાં માત્ર આટલા નોંધાયા કેસ

આ પણ વાંચો :બોલવાની આવી આઝાદી? ધર્મ સંસદનાં મંચ પર ગાંધી બાપુની હત્યા માટે નાથુરામ ગોડસેને યોગ્ય ઠેરવવામાં આવ્યા