વડોદરા,
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા સ્થિત જેસીંગપુરા ગામ પાસે એક કારમાં અચાનક આગ લાગતા ભડથું થવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મંગળવાર રાત્રે ૯.૩૦ વાગ્યા અરસામાં અચાનક જ કારમાં આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં આ આગ બેકાબુ બની ગઈ હતી. આ કારણે સમગ્ર કાર બળીને ખાખ થઇ ગઈ છે.
જો કે આ ઘટનામાં સદનસીબે કલ્પિત નામના કારચાલકનો આબાદ બચાવ થયો હતો.
બીજી બાજુ કારમાં આગેલી આગ અચાનક ભભૂકી ઉઠતા તેની જાણ દરજીપુરા ફાયર સ્ટેશનમાં કરાતા તેઓ પણ તરત જ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
કલ્પિત પટેલ નામના કારચાલકે જણાવ્યું હતું કે, “તેઓ જયારે પોતાનું કામ પતાવીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે માધવનગર અને જેસીંગપુરા ગામ વચ્ચે રાત્રે ૯.૩૦ વાગ્યે કારમાં અચાનક આગ લાગવાની ભનક લાગી હતી. ત્યારબાદ હું એ કાર બાજુ પાર કરીને આગળના ભાગમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ કારમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં બેકાબુ બની હતી અને સમગ્ર કારમાં પ્રસરી જઈ હતી”.