Not Set/ સબરીમાલા : આજે ખુલશે કપાટ, મહિલાઓને રસ્તામાં રોકવામાં આવી

કેરળમાં માસિક પૂજા માટે ભગવાન અય્યપ્પાનું મંદિર બુધવારથી ખુલી રહ્યું છે. જોકે, આ પહેલા સબરીમાલાના પ્રવેશ દ્વાર મનાતા, નિલકલમાં ખુબ તણાવ છે. મંગળવારે ભક્તોએ પ્રતિબંધિત ઉંમર વર્ગની મહિલાઓને લઈને મંદિર તરફ જતા વાહનોને રોક્યા હતા. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ કોઈ પણ ઉંમરની મહિલાઓ બુધવારથી મંદિરમાં પ્રવેશી શકશે રહાંડી પર સ્થિત સબરીમાલા મંદિરથી લગભગ […]

Top Stories India
sabarimala temple manorama સબરીમાલા : આજે ખુલશે કપાટ, મહિલાઓને રસ્તામાં રોકવામાં આવી

કેરળમાં માસિક પૂજા માટે ભગવાન અય્યપ્પાનું મંદિર બુધવારથી ખુલી રહ્યું છે. જોકે, આ પહેલા સબરીમાલાના પ્રવેશ દ્વાર મનાતા, નિલકલમાં ખુબ તણાવ છે. મંગળવારે ભક્તોએ પ્રતિબંધિત ઉંમર વર્ગની મહિલાઓને લઈને મંદિર તરફ જતા વાહનોને રોક્યા હતા.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ કોઈ પણ ઉંમરની મહિલાઓ બુધવારથી મંદિરમાં પ્રવેશી શકશે

રહાંડી પર સ્થિત સબરીમાલા મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર આધાર શિવિર નીલકલમાં પરંપરાગત સાડી પહેરેલી મહિલાઓના સમૂહને વાહનો રોકતા જોવા મળ્યા હતા. આમાં વરિષ્ઠ નાગરિકો પણ સામેલ હતા. ઉપરાંત રાજ્ય પરિવહનની બસો પણ રોકવામાં આવી હતી, અને યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી.

જોકે, આ મામલે સીએમ વિજયને કહ્યું કે, અમે કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી નથી આપતા. સરકાર આ મામલે પુનર્વિચાર અરજી દાખલ નહિ કરે.