High Way/ કેન્દ્ર સરકારે તો રસ્તાઓના સમારકામ માટે 7500 કરોડ આપ્યા, પરંતુ રાજ્યોએ ખર્ચ કર્યો જ નહીં

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસ્તાઓના સમારકામ માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે,

India Trending
tank 22 કેન્દ્ર સરકારે તો રસ્તાઓના સમારકામ માટે 7500 કરોડ આપ્યા, પરંતુ રાજ્યોએ ખર્ચ કર્યો જ નહીં

દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે છેલ્લા ચાર વર્ષમાં હાઇવેના સમારકામ માટે સાડા સાત હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે ખરાબ રસ્તાઓના સમારકામના નામે બહાર પાડવામાં આવી રકમ ખર્ચ થઈ શકી નથી. રાજ્યોમાં રસ્તાઓની હાલત કથળી છે. માર્ગ અને પરિવહન હાઇવે મંત્રાલયના અહેવાલમાં આ વાત સામે આવી છે.

મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસ્તાઓના સમારકામ માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 2017-18માં 2022 કરોડ રૂપિયા રાજ્યોને ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી તમામ રાજ્યોએ રસ્તાઓના સમારકામના નામે રૂ .1600 કરોડ ખર્ચ કર્યા હતા.

તેવી જ રીતે, 2018-19માં આ કામ માટે રૂ. 1822 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષે પણ રાજ્યોએ માત્ર 1250 કરોડ ખર્ચ કર્યા છે. પછીના વર્ષે એટલે કે 2019-20માં બધા રાજ્યોને હાઈવેના સમારકામના નામે રૂપિયા 1200 કરોડ ફાળવવામાં આવ્યા. આ વર્ષે માત્ર 800 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

2020-21માં રાજમાર્ગોને સમારકામ કરવાના નામે 2500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશના રાજ્યોમાં રસ્તાઓના સમારકામ માટે 1200 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ બજેટ ફાળવણી

અહેવાલ મુજબ મહારાષ્ટ્રને રાજમાર્ગોના સમારકામના નામે સૌથી વધુ ફાળવણી મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મહારાષ્ટ્રને રસ્તાઓના સમારકામના નામે 1000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ હોવા છતાં મહારાષ્ટ્રમાં આશરે 650 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. એટલે કે 350 કરોડ રૂપિયા ખર્ચ થઈ શક્યા નહીં.

એ જ રીતે, છેલ્લા ચાર વર્ષોમાં, ઉત્તરાખંડમાં હાઇવેના સમારકામ માટે 138 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા હતા. આ રાજ્યમાં પણ રસ્તાઓના સમારકામના નામે ફાળવવામાં આવેલા બજેટના પચાસ ટકાથી ઓછા ફક્ત 64 કરોડ રૂપિયા જ વાપરયા છે.

છેલ્લાં ચાર વર્ષોમાં આ કામ માટે ઉત્તર પ્રદેશ સરકારને 393 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ રસ્તાઓના સમારકામ માટે માત્ર 222 કરોડનો ખર્ચ થયો છે.

કેન્દ્રશાસિત પ્રદેશોએ તો ખર્ચ જ ન કર્યા

રિપોર્ટ અનુસાર દાદર નગર હવેલી, દમણ અને દીવ સહિત ચંદીગઢમાં પણ આશરે ચાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા.  આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસ્તાઓની મરામતના નામે બહાર પાડવામાં આવેલા બજેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી.

Election / પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં….

Election / ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…