Not Set/ કર્ણાટક/ આ સ્કૂલમાં બાળકોને રી-ક્રિએટ કરાવવામાં આવ્યો બાબરી વિધ્વંસ સીન, કિરણ બેદી હતા હાજર

કર્ણાટકમાં, બાળકો દ્વારા આરએસએસ સંચાલિત શાળામાં બાબરી મસ્જિદ તોડવાની ઘટના રી-ક્રિએટ કરવામા આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આ નાટકનું મંચન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડા અને ઉપરાજ્યપાલ કિરણ બેદી પણ હાજર હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા […]

Top Stories India
Enactment of Babri Masjid demolition by Karnataka school students કર્ણાટક/ આ સ્કૂલમાં બાળકોને રી-ક્રિએટ કરાવવામાં આવ્યો બાબરી વિધ્વંસ સીન, કિરણ બેદી હતા હાજર

કર્ણાટકમાં, બાળકો દ્વારા આરએસએસ સંચાલિત શાળામાં બાબરી મસ્જિદ તોડવાની ઘટના રી-ક્રિએટ કરવામા આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે આ નાટકનું મંચન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડા અને ઉપરાજ્યપાલ કિરણ બેદી પણ હાજર હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો તેની ઘણી ટીકા કરી રહ્યા છે.

રવિવારે મંગલુરૂની શ્રી રામ વિદ્યા કેન્દ્ર શાળામાં રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાંથી એકમાં, શાળાનાં બાળકો દ્વારા એક પોસ્ટરમાં બાબરી મસ્જિદનું માળખું લગાવવામાં આવ્યું હતું અને નાટક દરમિયાન તેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં રામ મંદિર બનાવવામાં આવશે અને જય શ્રી રામનાં નારા પણ લગાવવામાં આવ્યા હતા. શ્રી રામ વિદ્યા કેન્દ્ર નામની આ શાળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા પ્રભાકર ભટ્ટની છે. પ્રભાકર ભટ્ટ આરએસએસનાં દક્ષિણ કેન્દ્રીય પ્રાદેશિક કારોબારીનાં સભ્ય હોવાનું અને શાળા ચલાવતો હોવાનું કહેવાય છે.

જે વીડિયો સામે આવ્યો તેમા જે દેખાઇ રહ્યુ હતુ કે, એક ઘોષણાકર્તા માળખાનાં ડિમોલિશન દરમિયાન લોકોનો ઉત્સાહ વધારી રહ્યો હતો. ઘોષણાકર્તાએ તે રચનાને નષ્ટ કરવા માટે તેમના હાથમાં જે કંઈ હતું તેનો ઉપયોગ કર્યો. હનુમાન ભક્તો ઉત્સાહથી બાબરી મસ્જિદનાં માળખાને તોડી પાડે છે, અને બાદમાં રામચંદ્રની જયનાં નારા લગાવવામા આવે છે. ત્યારબાદ બાળકો પોસ્ટર નીચે ઉતારે છે અને તેઓ આનંદ સાથે કૂદવાનું શરૂ કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન શાળાનાં કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડા, પુડ્ડુચેરીનાં રાજ્યપાલ કિરણ બેદી, અને કર્ણાટક સરકારનાં પ્રધાનો એચ. નાગેશ અને શશિકલા જોલ્લી હાજર રહ્યા હતા. આ વીડિયોને મહિલા કોંગ્રેસનાં સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર લવણ્યા બલ્લાલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, તેઓ નફરતનાં બીજ કેવી રીતે વાવે છે? ગઈકાલે પ્રભાકર ભટ્ટની શાળામાં શું થયું? વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટના પર સ્કૂલ ઓથોરિટી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.