Election Updates: આજે લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે ગુજરાતમાં 50787 જેટલા મતદાન મથકો પર મતદાન થશે.ગુજરાતમાં લોકશાહી ના દિવસની ઉજવણી કરવામાં આવશે.લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય ક્ષેત્રના મતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતવિસ્તારોમાં એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં 263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે.તેમજ 13600 મતદાન મથક સંવેદનશીલ છે. ચુંટણી સાથે સાથે ગરમીથી રાહત આપવા માટે ગરમી ને લઈને પણ મતદાન મથક પર કરવામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.1.20 લાખ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આજે મતદાન મથક પર તહેનાત રહેશે.તેમજ 25 સીટો પર ખરાખરીનો જંગ જામશે.ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે,25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે, અને ગોવામાં 2 બેઠકો, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 1-1 બેઠક છે.
કચ્છથી વિનોદ ચાવડા VS નિતેશ લાલણ,બનાસકાંઠાથી ડો. રેખાબેન ચૌધરી VS ગેનીબેન ઠાકોર,પાટણથી ભરતસિંહ ડાભી VS ચંદનજી ઠાકોર,મહેસાણા થી હરિભાઈ પટેલ VS રામજી ઠાકોર,સાબરકાંઠાથી શોભના બારૈયા VS તુષાર ચૌધરી,ગાંધીનગરથી અમિત શાહ VS સોનલ પટેલ,અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ VS હિંમતસિંહ પટેલ,અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા VS ભરત મકવાણા,સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા VS ઋત્વિક મકવાણા,રાજકોટથી પરષોત્તમ રૂપાલ VS પરેશ ધાનાણી,પોરબંદરથી મનસુખ માંડવિયા VS લલીત વસોયા,જામનગરથી પુનમબેન માડમ VS જે.પી. મારવિયા,જૂનાગઢથી રાજેશભાઈ ચુડાષ્મા VS હિરા જોટવા,અમરેલીથી ભરતભાઈ સૂતરિયા VS જેની ઠુંમ્મર,ભાવનગરથી નીમુબેન બાંભણિયા VS ઉમેશ મકવાણા,આણંદથી મિતેશ પટેલ VS અમિત ચાવડા,ખેડાથી દેવુસિંહ ચૌહાણ VS કાળુસિંહ ડાભી,પંચમહાલથી રાજપાલસિંહ જાદવ VS ગુલાબસિંહ ચૌહાણ,દાહોદથી જસવંતસિંહ ભાભોર VS ડો. પ્રભા તાવિયાડ,વડોદરાથી ડો. હેમાંગ જોશી VS જસપાલસિંહ પઢિયાર,છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા VS સુખરામ રાઠવા,ભરૂચથી મનસુખ વસાવા VS ચૈતર વસાવા,બારડોલીથી પ્રભુભાઈ વસાવા VS સિદ્ધાર્થ ચૌધરી,નવસારીથી સી.આર. પાટીલ VS નૈષદ દેસાઈ,વલસાડથી ધવલ પટેલ VS અનંત પટેલ ચુંટણી લડશે.
Lok Sabha Election Live Updates:
06 :15 PM
5:30 વાગ્યા સુધીમાં 55.22 ટકા સરેરાશ મતદાન
06 :10 PM
રાજ્યમાં શાંતિપૂર્વ માહોલમાં મતદાન પૂર્ણ
25 બેઠક પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ
ક્યાં ટકક્રર તો ક્યાં જોરદાર જંગ
ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો
05:47PM
રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન
કચ્છમાં 48.96 ટકા મતદાન
જૂનાગઢમાં 53.84 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 49.95 ટકા મતદાન
મહેસાણામાં 55.23 ટકા મતદાન
આણંદમાં 60.44 ટકા મતદાન
બનાસકાંઠામાં 64.48 ટકા મતદાન
પાટણમાં 54.58 ટકા મતદાન
સાબરકાંઠા 58.82 ટકા મતદાન
ગાંધીનગરમાં 55.65 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ .50.29 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન
રાજકોટથી 54.29 ટકા મતદાન
પોરબંદરમાં 46.51 ટકા મતદાન
જામનગરમાં 52.36 ટકા મતદાન
અમરેલીમાં 45.59 ટકા મતદાન
ભાવનગરમાં 48.59 ટકા મતદાન
ખેડામાં 53.83 ટકા મતદાન
પંચમહાલમાં 53.99 ટકા મતદાન
દાહોદમાં 54.78 ટકા મતદાન
વડોદરામાં 57.11 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 63.76 ટકા મતદાન
ભરૂચમાં 63.56 ટકા મતદાન
બારડોલીમાં 61.01 ટકા મતદાન
નવસારીમાં 55.31 ટકા મતદાન
વલસાડમાં 68.12 ટકા મતદાન
4:06 PM
અમરેલીમાં ફરજ પર હાજર કર્મીનું હાર્ટ એટેકથી મોત
લોકસભા ચૂંટણીમાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત
જાફરાબાદ શહેરના સાગર શાળામાં ફરજ પર હતા
ફરજ પર કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયા
મહિલાને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા
તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોક
3-15 PM
રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યુ મતદાન
અધિકારી પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની જોડે કર્યુ મતદાન
તમામ મતદારો સાથે લાઈનમાં ઉભા રહી કર્યું મતદાન
કલેક્ટર પ્રભવ જોશીએ મતદારોને મતદાન માટે કરી અપીલ
રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન
કચ્છમાં 41.18 ટકા મતદાન
જૂનાગઢમાં 44.47 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 43.55 ટકા મતદાન
મહેસાણામાં 48.15 ટકા મતદાન
આણંદમાં 52.49 ટકા મતદાન
બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન
પાટણમાં 46.69 ટકા મતદાન
સાબરકાંઠા 50.36 ટકા મતદાન
ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 42.21 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 40.93 ટકા મતદાન
રાજકોટથી 46.47 ટકા મતદાન
પોરબંદરમાં 37.96 ટકા મતદાન
જામનગરમાં 42.52 ટકા મતદાન
અમરેલીમાં 37.82 ટકા મતદાન
ભાવનગરમાં 40.96 ટકા મતદાન
ખેડામાં 46.11 ટકા મતદાન
પંચમહાલમાં 45.72 ટકા મતદાન
દાહોદમાં 46.97 ટકા મતદાન
વડોદરામાં 48.48 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 54.24 ટકા મતદાન
ભરૂચમાં 54.90 ટકા મતદાન
બારડોલીમાં 51.97 ટકા મતદાન
નવસારીમાં 48.03 ટકા મતદાન
વલસાડમાં 58.05 ટકા મતદાન
2:55PM
રાજકોટમાં વધુ એક વિડીયો આવ્યો સામે
પરેશ ધાનાણીનો શેરડીના ચાકડા પર આજમાવ્યો હાથ
પરેશ ધાનાણીનો અનોખો અંદાજ આવ્યો સામે
2:29PM
મતદાન મથક બહારનું ખાતા ફૂડ પોઇઝનિંગ
મતદાન મથક બહાર પૌવા ખાવા ભારે પડ્યા
વડોદરામાં બટાકા પૌવા બાદ ફૂડ પૉઝનિંગ
મફતના બટાકા પૌવા શ્રમજીવીઓ માટે બન્યા ઘાતક
25 જેટલા શ્રમજીવીઓને ફૂડ પૉઝનિંગની અસર
સુર્યનગર મતદાન મથક પર કરાયું હતું પૌવાનુ વિતરણ
બટાકા પૌવા ખાતા ઉલ્ટી થવાની ફરિયાદ ઉઠી
શ્રમજીવીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
2:15PM
બનાસકાંઠાના દાંતીવાડામાં વૃધ્ધોએ કર્યુ મતદાન
ધોમ ધખતા તાપમાં પણ વૃધ્ધોએ કર્યુ મતદાન
1:55PM
વડોદરામાં મતદારે અનોખી રીતે કર્યુ મતદાન
હનુમાનજીનો વેશ ધારણ કરી કર્યું મતદાન
હનુમાનજીનો વેશ ધારણ કરતાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
1:35 PM
ધંધુકામાં બપોર સુધી એક જ વ્યકિતીએ કર્યુ મતદાન
રતનપર ગામે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક મત પડ્યો
318 મતમાથી 8 કલાકમાં માત્ર એક મત પડ્યો
1:10 PM
ધોળકામાં 95 વર્ષના વૃદ્ધાએ કાળીપરા ગામે મતદાન કર્યું ચાલી નાં સક્તા વૃદ્ધ દાદી ને પોલીસે વ્હીલચેર પર બેસાડી મતદાન કુટીર પર પોહચડિયા.
1:04 PM
સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે,બુથ પર રૂબરૂ પોહચી કાર્યકરોને મળ્યા
1:00 PM
ગુજરાત રાજ્યમાં 11થી 1 સુધી જાણો કેટલું થયું મતદાન
- કચ્છ 34.26 58.71 ટકા મતદાન
- બનાસકાંઠા 45.89 65.03 ટકા મતદાન
- પાટણ 36.58 62.45 ટકા મતદાન
- મહેસાણા 37.79 65.78 ટકા મતદાન
- સાબરકાંઠા 41.92 67.77 ટકા મતદાન
- ગાંધીનગર 39.23 66.08 ટકા મતદાન
- અમદાવાદ ઇસ્ટ 34.36 61.76 ટકા મતદાન
- અમદાવાદ વેસ્ટ 33.29 60.81 ટકા મતદાન
- સુરેન્દ્રનગર 33.39 58.41 ટકા મતદાન
- રાજકોટ 37.42 63.49 ટકા મતદાન
- પોરબંદર 30.80 57.21 ટકા મતદાન
- જામનગર 34.61 61.03 ટકા મતદાન
- જૂનાગઢ 36.11 61.31 ટકા મતદાન
- અમરેલી 31.48 55.97 ટકા મતદાન
- ભાવનગર 33.26 59.05 ટકા મતદાન
- આણંદ 41.78 67.04 ટકા મતદાન
- ખેડા 36.89 61.04 ટકા મતદાન
- પંચમહાલ 36.47 62.23 ટકા મતદાન
- દાહોદ 39.79 66.57 ટકા મતદાન
- વડોદરા 38.79 68.18 ટકા મતદાન
- છોટા ઉદેપુર 42.65 73.9 ટકા મતદાન
- ભરૂચ 43.12 73.55 ટકા મતદાન
- બારડોલી 41.67 73.89 ટકા મતદાન
- સુરત બિન હરીફ 64.58 ટકા મતદાન
- નવસારી 38.10 66.4 ટકા મતદાન
- વલસાડ 45.34 75.48 ટકા મતદાન
- કુલ મતદાન 37.83 64.51 ટકા મતદાન
12:45 PM
વરરાજાએ કર્યુ મતદાન
અમદાવાદમાં વરરાજાએ કર્યુ મતદાન,કુબેરનગરમાં લોકોએ કરી અનોખી પહેલ,વરરાજા ગણેશ સ્થાપન કરી કર્યું મતદાન,ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા લોકોએક સરખા કલરના કપડા પહેરી કર્યું મતદાન.
12:30 PM
મતદારોને આકર્ષવા તંત્રનો પ્રયાસ
બાયડમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથકનું નિર્માણ કરાયું,મતદારોને આકર્ષવા તંત્રનો પ્રયાસ કરવામાં આવ્યો બાયડ પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત
12:25 PM
લોકસાહિત્યકારે કર્યુ મતદાન
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યું મતદાન
12:22 PM
મતદાન જાગૃતિ
ગોધરા તાલુકાના સરસાવ બુથ ઉપર અનોખી પહેલ મહિલાઓએ ગરબા ગાઇ આપ્યો સંદેશો
12:20 PM
પુર્વ ક્રિકેટર નયન મોંગીયાએ પરિવાર સાથે કર્યું મતદાન
12:17PM
ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું
વરિષ્ઠ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
<
#WATCH | Adani group chairman Gautam Adani arrives at a polling booth in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024 pic.twitter.com/fLwAWxCesx
— ANI (@ANI) May 7, 2024
p style=”text-align: justify;”>
12:15 PM
વૃધ્ધા પહોચ્યા મતદાન મથકે
અમદાવાદમાં મણિનગર પુર્વમાં રહેતા વૃધ્ધા વ્હીલચેરમાં પહોંચ્યા મતદાન મથકે મત આપવા
12:10 PM
પૂનમબેન માડમે કર્યો મતાધિકારનો ઉપયોગ
ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું,મતદાન બાદ પૂનમબેન માડમે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો,સતત ત્રીજી વખત હેટ્રિક કરશે તેવી આશા વ્યક્ત કરી.
12:05 PM
શક્તિસિંહ ગોહિલે કર્યુ મતદાન
ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યુ મતદાન.કર્મચારીની પેનને લઇ શક્તિસિંહ ગોહિલે કર્મચારીની ઝાટકણી કાઢી.કેસરી પેન લઈને બેઠેલા એક સરકારી કર્મચારી સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં ગુજરાતના જે જે બુથોની અંદર આવી ભાજપના સિમ્બોલ સાથેની પેન કે અન્ય સાહિત્ય સાથે બેઠેલા સરકારી કર્મચારીઓ સામે ચૂંટણી તંત્ર પોલીસ કેસ કરે તેવી માગણી પણ કરી છે.
12:00 PM
આર.સી.મકવાણાએ કર્યું મતદાન
ભાવનગરના મહુવા મતદાન કેન્દ્રો પર કતારો જોવા મળી પુર્વ રાજ્ય કક્ષાના મંત્રી આર.સી.મકવાણાએ પઢીયારકા ગામે પરીવાર સાથે મતદાન કર્યુ મતદાન
11:57 AM
અમદાવાદમાં લોકશાહીનો મહાપર્વ,75 વર્ષીય દિવ્યાંગ દાદાએ મતાધિકારનો કર્યો ઉપયોગ,મતદાન કર્યા બાદ ભાવુક થયાં દાદા
11:55 AM
મતદાન કરવા પહોંચ્યા ડૉ. એસ. એન. પાંડે
અમદાવાદમાં મતદાન મથકે લોકોનો ઘસારો,80 વર્ષીય ડોક્ટર લાકડીનાં ટેકે ચાલીને મતદાન માટે પહોંચ્યા
11:51 AM
માલધારી આગેવાને કર્યો મોંઘવારીનો વિરોધ
રાજકોટમાં ગેસ સિલીન્ડર સાથે માલધારી આગેવાને કર્યો મોંઘવારીનો વિરોધ,સિલીન્ડર લઇ મતદાન માટે પહોંચ્યા
11:50 AM
પરિમલ નથવાણીએ કર્યું મતદાન
રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ ખંભાળિયા બ્રાન્ચ શાળા નંબર 1 ખાતે કર્યું મતદાન,સામન્ય માણસની સાથે લાઇન ઉભા રહી કર્યુ મતદાન,
લોકોને મતદાન કરવા અપીલ કરી.
11:45 AM
રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
- કચ્છમાં 23.22 ટકા મતદાન
- જૂનાગઢમાં 23.32 ટકા મતદાન
- અમદાવાદ પૂર્વ 21.64 ટકા મતદાન
- મહેસાણામાં 24.82 ટકા મતદાન
- આણંદમાં 26.88 ટકા મતદાન
- બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન
- પાટણમાં 23.53 ટકા મતદાન
- સાબરકાંઠા 27.50 ટકા મતદાન
- ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમ 21.15 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 22.67 ટકા મતદાન
- રાજકોટથી 24.56 ટકા મતદાન
- પોરબંદરમાં 19.83 ટકા મતદાન
- જામનગરમાં 20.85 ટકા મતદાન
- અમરેલીમાં 21.89 ટકા મતદાન
- ભાવનગરમાં 22.33 ટકા મતદાન
- ખેડામાં 23.76 ટકા મતદાન
- પંચમહાલમાં 23.28 ટકા મતદાન
- દાહોદમાં 26.35 ટકા મતદાન
- વડોદરામાં 20.77 ટકા મતદાન
- છોટાઉદેપુરમાં 26.58 ટકા મતદાન
- ભરૂચમાં 27.52 ટકા મતદાન
- બારડોલીમાં 27.77 ટકા મતદાન
- નવસારીમાં 23.25 ટકા મતદાન
- વલસાડમાં 28.71 ટકા મતદાન
11:43 AM
આપના ઉમેદવારે કર્યુ મતદાન
બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પરિવાર સાથે કર્યું મતદાન
11:42 AM
ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન
આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પરિવાર સાથે કર્યુ મતદાન
11:40 AM
એન.વી.ઉપાધ્યાયએ કર્યું મતદાન
ભાવનગર મ્યુન્સિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાયએ પરિવાર સાથે કર્યુ મતદાન,લોકશાહિના પર્વમાં સહભાગી થવા કરી અપીલ
11:37 AM
બલવંતસિંહ રાજપૂતે કર્યુ મતદાન
સિધ્ધપુરમાં બલવંતસિંહ રાજપૂતે કર્યુ મતદાન,કેબિનેટ મંત્રીએ પરિવાર સાથે મતદાન કર્યું
11:36AM
દાહોદમાં 100 વર્ષના વૃદ્ધા પહોંચ્યા મતદાન મથકે
11:35 AM
કેતન ઇનામદારે કર્યુ મતદાન
વડોદરા સાવલી કેતન ઇનામદારે કર્યુ કુટુંબીજનો સાથે મતદાન,લોકોને મતદાન કરવા લોકોને અપીલ
11:32 AM
મૂળુભાઈ બેરાએ કર્યું મતદાન
દ્વારકામાં મંત્રી મૂળુભાઈ બેરાએ પરિવાર સાથે માનપર ખાતે મતદાન કર્યું,400થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો
11:30 AM
પોલીસ કમિશનરે લીધી મુલાકાત
નવસારીમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઇ રહ્યું છે,ત્યારે પોલીસ કમિશનરે મતદાન બુથની મુલાકાત લઈ બંદોબસ્ત નું નિરીક્ષણ કર્યું
સમગ્ર જગ્યાએ શાંતિ પૂર્ણ મતદાન થાય તે મહત્વનું:CP
11:29 AM
વિરમગામમાં લગ્ન પહેલા વરરાજાએ કર્યુ મતદન,વિરમગામના ઓગાણ ગામમાં કર્યું મતદાન
11:27 AM
મતદાન માટે લોકોમાં ઉત્સુકતા
સુરેન્દ્રનગરના વઢવાણમાં મહિલાઓ થાળી વગાડી મતદાન કરવા પહોંચી,લોકોને વધુ મતદાન કરવા માટે કરી અપીલ
11:27 AM
2019ની તુલનામાં અત્યારે સામાન્ય સ્થિતિ,શહેરની તુલનામાં ગામડામાં વધુ મતદાન,11 વાગ્યા સુધી રાજ્યમાં 23 ટકા સરેરાશ મતદાન થયું
11:27 AM
વિદેશથી મતદારો મતદાન કરવા પહોંચ્યા નવસારી
નવસારીમાં NRI મતદારો પહોંચ્યા વતન,માદરે વતન પોહચી NRI મતદારો એ કર્યું મતદાન.
11:25 AM
પ્રફુલ પટેલે કર્યું મતદાન
દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં મતદાન કર્યુ,પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા પ્રફુલ પટેલ
11:20 AM
કેતન પટેલે કર્યું મતદાન
દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કેવડી ફળિયા ડાભેલ ખાતે બાલવાડીમાં કર્યું મતદાન
11:17 AM
જશુ રાઠવાએ કર્યું મતદાન
છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ છોટાઉદેપુરની વસેડી શાળા ખાતે કર્યું મતદાન
11:15 AM
પાટણના રાધનપુરમાં શંકર ચૌધરીએ કર્યુ મતદાન,લોકોને મતદાન કરવા માટે કરી અપીલ
11:10 AM
વિન્દ્ર જાડેજાના પરિવારે મતદાન કર્યું મતદાન
જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પરિવારે મતદાન કર્યું,જાડેજાના બહેન નયનાબા,પિતા અનિરુધ્ધસિંહ જાડેજા,પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ મતદાન કર્યું. શહેરમાં પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું
11:05 AM
ભરત સુતરીયાએ કર્યું મતદાન
અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ પરિવાર સાથે કર્યું મતદાન
11:05 AM
હરિભાઈએ કર્યું મતદાન
મહેસાણા ભાજપ ઉમેદવારે કર્યું મતદાન,સુણોક ગામ ખાતે કર્યું હરિભાઈએ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કર્યું મતદાન,હરિભાઈએ મતદાન બાદ જીતનો દાવો કર્યો
11:02 AM
મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે કર્યું મતદાન,તરેટી ગામ ખાતે રામજીભાઈ ઠાકોરે કર્યું મતદાન
11:00 AM
નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈસધ દેસાઈએ કર્યું મતદાન,મતદાન બાદ નૈસધ દેસાઈની પ્રતિક્રિયા આવી સામે,અપેક્ષા રાખીએ કે 90 ટકા મતદાન થાય
10:55 AM
મહુવાના તલગાજરડા ખાતે મોરારીબાપુએ કર્યું મતદાન
10:30 AM
રાજ્યમાં 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન
- કચ્છમાં 8.79 ટકા મતદાન
- બનાસકાંઠામાં 12.28 ટકા મતદાન
- પાટણમાં 18 ટકા મતદાન
- મહેસાણામાં 10.14 ટકા મતદાન
- સાબરકાંઠા 12 ટકા મતદાન
- ગાંધીનગરમાં 20 ટકા મતદાન
- અમદાવાદ પૂર્વ 8.3 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમ 7.23 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 18 ટકા મતદાન
- રાજકોટથી 10 ટકા મતદાન
- પોરબંદરમાં 20 ટકા મતદાન
- જામનગરમાં 18 ટકા મતદાન
- જૂનાગઢમાં 9.5 ટકા મતદાન
- અમરેલીમાં 9.31 ટકા મતદાન
- ભાવનગરમાં 9.20 ટકા મતદાન
- આણંદમાં 10.35 ટકા મતદાન
- ખેડામાં 10.20 ટકા મતદાન
- પંચમહાલમાં 19 ટકા મતદાન
- દાહોદમાં 11 ટકા મતદાન
- વડોદરામાં 10.60 ટકા મતદાન
- છોટાઉદેપુરમાં 10 ટકા મતદાન
- ભરૂચમાં 11 ટકા મતદાન
- બારડોલીમાં 11 ટકા મતદાન
- નવસારીમાં 19 ટકા મતદાન
- વલસાડમાં 19 ટકા મતદાન
10:25 AM
પુર્વ CM શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન પૂર્વ
10:20 AM
આફ્રિકન સીદી બાદશાહ સમાજના લોકોએ કર્યુ મતદાન,”ધમાલ નૃત્ય” અને પરંપારિક પ્રવેશમાં મતદાન,ધમાલ નૃત્ય કરતા મતદાન મથકે પહોંચ્યા
10:17 AM
નિમુબેન બાંભણીયાએ કર્યું મતદાન
ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ પરિવાર સાથે મતદાન કર્યું,ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પોહચ્યા મતદાન મથકે,
લોકોને મતદાન કરવા અપીલ કરી
10:15 AM
વિનોદ ચાવડાએ સુખપર ગામે કર્યું મતદાન
કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ સુખપર ગામે કર્યું મતદાન,મતદાન કરવા વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી,તેમજ ચાવડાના માદરે વતનમાં ભવ્ય સ્વાગત કરાયું, વિનોદભાઇ ચાવડા સાથે ગ્રામજનોએ લીધી સેલ્ફી
10:10 AM
દિનેશ મકવાણાએ કર્યુ મતદાન
અમદાવાદ પશ્ચિમ ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પરિવાર સાથે કર્યુ મતદાન
10:05AM
પરભુ વસાવાએ પરિવાર સાથે કર્યુ મતદાન
બારડોલીના ભાજપના ઉમેદવાર પરભુ વસાવાએ પરિવાર સાથે કર્યુ મતદાન,મતદાન પહેલા ઘરે કરી પૂજા અર્ચના,લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી
10:03 AM
કુંડળમાં મતદાન
બોટાદના બરવાળા તાલુકાના કુંડળમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું મતદાન,લોકોને મતદાન કરવા કરી અપીલ
10:00 AM
બારડોલીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ
બારડોલી લોકસભા બેઠક પર ભારે મતદાન,મતદારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ,સિટીઝન પણ ઉત્સાહભેર મતદાન માટે પહોંચ્યા,ગુજરાતના છેવાડે 23-બારડોલી લોકસભામાં આવતા તાપી જિલ્લાના મતદારોમાં પણ ચૂંટણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
9:57 AM
મહંતોનું મતદાન
ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંતોનું મતદાન,ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ કર્યું મતદાન,મંદિરના સાંખ્યયોગી બહેનોએ કર્યું મતદાન
ગઢડા મંદિરના હરીજીવનદાસજી સ્વામીએ કરી અપીલ
9:55 AM
કાળુસિંહ ડાભી
ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે કર્યું મતદાન,15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
9:52 AM
જસવંતસિંહ ભાભોરે કર્યું મતદાન
દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે માતા પિતા સાથે સીંગવડ તાલુકાના દાસા ગામે મતદાન કર્યું, તેમજ 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો, મતદારોની દાસા ગામે મોટી કતારો લાગી
9:48 AM
દેવુસિંહ ચૌહાણે કર્યું મતદાન
ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે મતદાન પહેલા શ્રી રામજી મંદિર નડિયાદ ખાતે કર્યા દર્શન ત્યાર બાદ દેવુસિંહ ચૌહાણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
અને કહ્યું મોટી સંખ્યામાં મત મેળવી ભાજપ પ્રચંડ વિજય કરશે.
9:45 AM
બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન
રાજયમાં સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન થયું છે . 9 વાગ્યા સુધી સરેરાશ 9.83 ટકા મતદાન નોધાયું છે તેમજ અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે,રાજકોટમાં 9.77 ટકા મતદાન અને ગાંધીનગરમાં 10.31 ટકા મતદાનનોંધાયું છે.
9:40 AM
કુંવરજી બાવળીયાએ કર્યું મતદાન
રાજકોટ વિંછીયામા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કન્યા શાળા ખાતે મતદાન કર્યુ મતદાન
9:37 AM
મતદાતાઓમાં ભારે ઉત્સાહ
અમદાવાદમાં મતદાતાઓની લાંબી કતારો જોવા મળી.મહિલાઓ, વડીલો તેમજ યુવાનોની લાંબી ભીડ,ગરમી હોવા છતા પણ મતદાતાઓ મતદાન કરતા જોવા મળ્યા
9:35 AM
અમિત ચાવડાએ કર્યું મતદાન
આણંદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આંકલાવમાં મતદાન કર્યું,લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ
9:30 AM
રીટાબેન પટેલે કર્યું મતદાન
ગાંધીનગરમા MLA રીટાબેન પટેલે ઢોલ નગારા સાથે કર્યું મતદાન,ઢોલના તાલે નાચતા પહોંચ્યા મતદાન મથક
9:25 AM
મનસુખ માંડવીયાએ કર્યું મતદાન
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર જિલ્લાના હણોલ ગામે કર્યું મતદાન,મનસુખ માંડવીયા પોરબંદર બેઠકના ઉમેદવાર છે.
9:20 AM
સુરેન્દ્રનગરમાં મતદારોનો પ્રવાહ
સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં ધંધુકામાં મતદારોનો પ્રવાહ જોવા મળ્યો,શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ રહ્યું છે મતદાન,મતદાન મથકો પર લાઇનો લાગી
9:20 AM
જેની ઠુમરૈ કર્યું મતદાન
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરૈ કુળદેવીના દર્શન કરી પરિવાર સાથે કર્યું મતદાન,રોડવાવડી ગામે પ્રાથમીક શાળાએ કર્યું મતદાન,જેની ઠુમમરે જીતનો કર્યો વીશ્વાસ વ્યક્ત.
9:17 AM
મોટી લીડથી બેઠક જીતવાનો હરિભાઈનો દાવો
મહેસાણાના ભાજપ ઉમેદવાર હરિભાઈએ કર્યુ સુણોક ગામ ખાતે મતદાન,મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કર્યું મતદાન તેમજ હરિભાઈએ મતદાન બાદ જીતનો દાવો કર્યો
9:15 AM
વૃદ્ધાએ કર્યુ મતદાન
મહેસાણાના તરેટી ગામમાં 70 વર્ષીય વૃદ્ધાએ કર્યુ મતદાન,70 વર્ષીય વૃદ્ધા પગે ચાલી શકતા નથી તો પણ સીતાબેન ઠાકોરે વ્હીલચેરમાં પરિવારજનોની મદદથી કર્યું મતદાન
9:08 AM
અમિતશાહે કર્યું મતદાન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન,ત્રીજા તબ્બ્કાનું મતદાન શરુ છે .ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમની પત્ની સોનલ શાહ અને પુત્ર BCCI સેક્રેટરી જય શાહ સાથે અમદાવાદના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન બાદ અમિત શાહ મંદિર પહોંચ્યા અને ભગવાન શંકરની પૂજા કરી.
#WATCH | Jay Shah, BCCI Secretary and son of Union Home Minister Amit Shah and Sonal Shah, wife of Union HM Amit Shah cast their votes at a polling booth in Ahmedabad, Gujarat#LokSabhaElection2024 pic.twitter.com/1L5xiWBedd
— ANI (@ANI) May 7, 2024
9:06 AM
મતદાન મથકો પર તંત્ર દ્વારા કરાઇ છે વિશેષ વ્યવસ્થા
સાબરકાંઠામાં સવારથી જ મતદાન શરૂ થઇ ગયું છે ત્યારે મતદાન મથકો ઉપર લાંબી લાઈનો લાગી છે,આપને જણાવી દઈએ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર છે કાંટેકી ટક્કર.મતદારોએ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી કરી રહ્યા છે મતદાન અને વિકાસ સહિત રાષ્ટ્રીય મુદ્દાઓને પણ આપી રહ્યા છે પ્રાધાન્ય
મતદાન મથકો પર તંત્ર દ્વારા કરાઇ છે વિશેષ વ્યવસ્થા.
9:04 AM
મોરબીમાં મતદારોમાં ઉત્સાહ.ધારાસભ્ય કાંતિ અમૃતિયા પરિજનો સાથે મતદાન કરવા માટે પહોચ્યા,સાંસદ મોહન કુંડારિયા અને પ્રદેશ ઉપાઘ્યક્ષ પણ પહોચ્યા
ત્રણેય નેતાઓનું મતદાન બુથ એક જ જગ્યાએ છે.એક પછી એક ત્રણેય નેતાઓ પહોચ્યા મતદાન માટે
8:57 AM
ઇવીએમ ખોટવાયું
અરવલ્લીના બાયડના તેનપુરમાં ઇવીએમ ખોટવાયું,ઇવીએમ બદલવાની કામગીરી હાથ ધરાઈ
8:55 AM
પીએમ મોદીએ વોટિંગ બાદ આ અપીલ કરી હતી
આપણા દેશમાં ‘દાન’નું ખૂબ મહત્વ છે અને તે જ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. ગુજરાતમાં મતદાર તરીકે, આ એકમાત્ર જગ્યા છે જ્યાં હું નિયમિતપણે મતદાન કરું છું અને અમિતભાઈ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
8:40 AM
મતદાનનો અનેરો ઉત્સાહ
જૂનાગઢમા લોકતંત્રના પર્વને ઉજવવા લોકોમાં ઉત્સાહ,મોતી પેલેસના રહેવાસીઓમાં મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હાથમાં મંજીરા અને થાળી વગાડી મતદાન કરવા લોકોને અપીલ કરી તેમજ આસપાસના લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા,વહેલી સવારે તમામ રહેવાસીઓએ કર્યું મતદાન,
8:35 AM
CM ભુપેન્દ્ર પટેલ કરશે મતદાન
આજે લોક શાહીનું મહા પર્વ પર CM ભુપેન્દ્ર પટેલ શીલજની પ્રાથમિક શાળામાં કરશે મતદાન,CM કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ
8:30 AM
પી ભારતીએ કર્યું મતદાન
મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ કર્યું મતદાન,પી. ભારતીએ પરિવાર સાથે મનાવ્યો લોકશાહીનો પર્વ,સેકટર-9ના મતદાન મથક પર કર્યું મતદાન
8:27 AM
પરેશ ધાનાણીએ કર્યું મતદાન
પરેશ ધાનાણીએ અમરેલી કન્યા શાળા ખાતે મતદાન કર્યું ,પરિવાર સાથે પગપાળા પહોંચ્યા મતદાન મથક,સામાન્ય મતદારો સાથે કતારમા ઉભા રહ્યા ધાનાણી
8:25 AM
પાટીલ મતદાન કરવા નીકળ્યા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પરિવાર સાથે પગપાળા મતદાન કરવા નીકળ્યા તેમની સાથે સોસાયટીના સભ્યો પણ જોડાયા,સુરત નવસારી બેઠક પર થઈ રહ્યું છે મતદાન.સી.આર.પાટીલે કર્યું મતદાન,મતદાન કર્યા બાદ પાટીલે કરી મતદાન કરવાની અપીલ
8:20 AM
ડો કુબેર ડીંડોરે કર્યું મતદાન
મહીસાગરમાં સૌથી પહેલા ડો કુબેર ડીંડોરે કર્યું મતદાન,શિક્ષણમંત્રી ડીંડોરે હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું.
8:17 AM
વિજય રૂપાણીએ કર્યું મતદાન
રાજકોટમાં ભાજપના પુર્વ મુખ્યમંત્રીએ અનિલ જ્ઞાન મંદિર ખાતે કર્યુ મતદાન,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે કર્યુ મતદાન
8:15 AM
પરેશ ધાનાણી કરશે મતદાન
અમરેલીમાં પરેશ ધાનાણીએ પૂજા અર્ચના કરી,પરેશ ધાનાણી પરિવાર સાથે કરશે મતદાન,ત્યાર બાદ મત આપી જશે રાજકોટ
8:11 AM
પીએમ મોદીએ કહ્યું- મતદાન એ સામાન્ય દાન નથી
અમદાવાદમાં મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને વધુ પાણી પીવાની સલાહ આપી. તેમને કહ્યું, ‘ત્રીજા તબક્કા માટે ચૂંટણી ચાલી રહી છે. હું લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરીશ. મતદાન એ સાધારણ દાન નથી.
8:04AM
અક્ષય યાદવે સૈફઈમાં મતદાન કર્યું હતું
સમાજવાદી પાર્ટીના નેતા અક્ષય યાદવ પત્ની સાથે સૈફઈના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. અક્ષય યાદવ હાલમાં ફિરોઝાબાદથી ઉમેદવાર છે. તેઓ પ્રોફેસર રામગોપાલ યાદવના પુત્ર છે. તેમને કહ્યું છે કે જનતા સમાજવાદી પાર્ટીના પક્ષમાં મતદાન કરવા જઈ રહી છે. નિષ્પક્ષ મતદાન થશે. તેમજ મતદાન પ્રામાણિકપણે કરવું જોઈએ.
8:00AM
પીએમ મોદીએ મતદાન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વહેલી સવારે મતદાન કર્યું. પીએમ કાર દ્વારા મતદાન મથક પહોંચ્યા. અહીં ગૃહમંત્રી અમિત શાહ તેમની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ કેટલાક મીટર સુધી રોડ પર ચાલ્યા અને પોલિંગ બૂથ પર પહોંચ્યા, જ્યાં પીએમ મોદીએ વોટિંગ કર્યું.
PM મોદીએ પણ મતદાન કરવા કરી અપીલ,મતદાનનો નવો રેકોર્ડ બનાવો : PM મોદી
7:57 AM
EVM ખોટવાયું
મહેસાણા લોકસભા ચૂંટણી માટે મતદાન માટે આવેલું EVM 92 નંબરના મતદાન કેન્દ્ર પર ખોટવાયું,7.30 કલાક થવા છતાં મશીન ચાલુ ન થયું,
મતદારો હજુ સુધી નથી કરી શક્યા મતદાન
7:55 AM
જૂનાગઢમાં મતદાન પ્રક્રિયા શરૂ
જૂનાગઢમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ધારાસભ્ય સંજય કોરડીયાએ પરિવાર સાથે મતદાન કર્યું.લોકો વહેલી સવારે મતદાન કરવા ઉમટી પડ્યા,
મતદાન કરવા લોકોમાં ઉત્સાહ
7:50 AM
મતદારોમાં ઉત્સાહ
બનાસકાંઠામાં ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ,સવારથી મતદાન મથકો પર લાગી લાંબી કતારો,દિવ્યાંગ મતદારો પણ પહોંચ્યા મતદાન મથકે,
મહિલાઓ પણ ઉત્સાહ ભેર મતદાન કરવા પહોંચી,વહેલી સવારથી મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ
7:46 AM
ખેડામાં શરૂ થયુ મતદાન
ખેડામાં વહેલી સવારે સાત વાગે શરૂ થયું મતદાન, પંકજ દેસાઈતેમની પત્ની સાથે પહોંચ્યા મતદાન કેન્દ્ર .નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ સૌથી પહેલા કર્યુ મતદાન.
7:44 AM
લાલુ પટેલે કર્યું મતદાન
દમણમાં ભાજપ ઉમેદવાર લાલુ પટેલે કચી ગ્રામ પંચાયત પર જઈ કર્યુ મતદાન,મતદાન મથક ઉપર મતદાતાઓની લાગી લાંબી કતારો,
મતદાતાઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા
7:40AM
ગૃહ મંત્રી હર્ષ સંઘવી મતદાન માટે નિકળ્યા
સૂરતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે,ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઢોલ નગરા સાથે મતદાન માટે નિકળ્યા છે,તેઓ પોતાના પરિવાર સાથે અને
સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા, હર્ષ સંઘવી પીપલોદ કેન્દ્રીય વિદ્યાલયમાં કરશે મતદાન
7:35 AM
પરષોતમ રૂપાલાએ કર્યુ મતદાન
અમરેલીમાં પરષોતમ રૂપાલાએ કર્યુ મતદાન,વતન ઈશ્વરીયા ગામે રૂપાલાએ મતદાન કર્યું છે.તેમજ વાજતે ગાજતે ઢોલ નગારા મતદાન મથક પહોચ્યા પરષોતમ રૂપાલા અને મતદારોને મતદાન કરવા અપીલ કરી
7:30 AM
મહીસાગરના 963 બુથ પર મતદાન થશે,જિલ્લાના તમામ બુથ પર મોકપોલ કરાયું,વિવિધ કામગીરીની ચકાસણી કરી મોક પોલ કરાયું છે,તેમજ
યુવા મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે.મતદાન મથકને લઈ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
7:25 AM
રાજકોટમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન શરુ થઇ ગયું છે.2036 બુથમાં ચૂંટણી યોજાઈ છે,ત્યારે હિન્દૂ ધર્માચાર્ય સભાના સંયોજકે કર્યુ મતદાન છે તેમજ
પરમાત્માનંદ સરસ્વતીએ પણ મતદાન કર્યું.
7:20 AM
ગાંધીનગરમાં હાલ મતદાન થયુ શરૂ થઇ ગયું છે.સેક્ટર 6 તાલુકા પગાર કેન્દ્ર ખાતે મતદાન શરુ થઇ ગયું છે અને લોકો મત આપવા માટે પહોચી ગયા છે.તેમજ
સિનિયર સિટીઝનોજે છે તે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા છે.લોકો યોગ કસરત પુરા કરી સીધા પહોંચ્યા મતદાન કેન્દ્ર પહોચ્યા છે.
7:15 AM
ડો. હેમાંગ જોષી કરશે મતદાન
ડો. હેમાંગ જોષી મતદાન કરવા રવાનાથયા છે. ડો. હેમાંગ જોષી પોતાના પરિવારજનો સાથે મત આપવા નીકળ્યાછે તે ભીડ ભંજન હનુમાનજીના દર્શન કરી મત આપશે. માહિતી અનુશાર ડો હેમાંગ જોષી વેમાલી ખાતે આવેલી પ્રાથમિક શાળાની આંગણવાડી રૂમ નં 1 માં મતદાન કરશે.ડૉ હેમાંગ જોષીએ નરેન્દ્ર મોદી ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા સાથે ભારત ને ત્રીજી મહાસત્તા બનાવવા મતદાન કરવા અપીલ કરી છે.
7:11AM
શું છે વ્યવસ્થાઓ ?
હાલ ભાવનગરમાં મતદાનનો થયો પ્રારંભ થાય ગયો છે,1965 મતદાન મથક પર મતદાન શરૂ થાય ગયું છે ત્યારે વહેલી સવારથી મત આપવા લોકોની લાઈનો લાગી છે. માહિતી અનુશાર ત્યાં ખાસ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે જેમાં મંડપ,પાણી, આરોગ્યની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
6:60 AM
ચૂંટણી પંચે કરી તૈયારીઓ
લોકસભાની ચુંટણીને લઇ ચૂંટણી પંચે જોરદાર તૈયારીઓ કરી છે. ગુજરાતમાં ગુજરાતમાં 50787 જેટલા મતદાન મથકો પર મતદાન થશે. તેમજ શહેરી વિસ્તારોમાં 33,513 અને ગ્રામ્ય વિસ્તારોમાં 17,275 મતદાન મથકો છે. જેમાં 25 સીટો પર ખરાખરીનો જંગ જામશે.આમાં ગુજરાતમાં 1,225 મતદાન મથકો મહિલા સંચાલિત છે.
6:57 AM
PM મોદી અમદાવાદમાં અમદાવાદમાં મતદાન કરશે તેમજ અમિત શાહ થોડીવારમાં કરશે મતદાન,ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરુ થશે
લોકશાહીના મહાપર્વ માટે ગુજરાત તૈયાર છે.
6:55 AM
મતદારોની સંખ્યા
સુરત બેઠક બિનહરીફ થતાં આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ સાથે પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ કોઈ પણ સંજોગોમાં હેટ્રીક ફટકારવા માગે છે. તો કૉંગ્રેસ અને AAP મળીને ભાજપના વિજયરથને અટકાવવા માગે છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી મુશ્કેલી ક્ષત્રિય આંદોલનને કારણે નડી રહી છે.
6:40 AM
આજે ક્ષત્રિય સમાજ કેસરિયા સાફા પહેરી ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે…ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ આ નિવેદન આપ્યું…આ તરફ પી.ટી. જાડેજાએ કહ્યું કે, આજે ક્ષત્રિય સમાજના લોકો મત પેટી પાસે જશે એટલે તેમને બેટી દેખાશે અને ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે.
6:22 AM
ગુજરાતમાં આજે મતદાનના દિવસે તાપમાનનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો વધી શકે છે. આ તરફ અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગરમાં હીટવેવની આગાહી છે.
આ પણ વાંચો:કરોડો રૂપિયા ખર્ચવા છતાં 2 મહિનામાં બંધ થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા શો’
આ પણ વાંચો:બોયફ્રેન્ડ સાથે ઝઘડા પછી હોટેલ માંથી ટોપલેસ બહાર આવી બ્રિટની સ્પીયર્સ,જાણો પછી શું થયું?
આ પણ વાંચો:શું તારક મહેતાના સોઢીએ પોતે ગાયબ થવાનું આયોજન કર્યું હતું ?,જાણો શું છે હકીકત