power theft/ જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

તંત્ર દ્વારા વીજ ચેકિંગની કામગીરી ચાલુ રાખતા તપાસનો ધમધમાટનો દોર ચાલુ રહ્યો છે. જામજોધપુર, લાલપુર તાલુકામાં પણવીજ કંપનીની 50 ટીમો દ્વારા 537 જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક ગેરરીતિ જણાતા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 19T123643.061 જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

Jamnagar News: જામનગર ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગ યથાવત્ જોવા મળ્યું છે. તંત્ર દ્વારા વીજ ચેકિંગની કામગીરી ચાલુ રાખતા તપાસનો ધમધમાટનો દોર ચાલુ રહ્યો છે. જામજોધપુર, લાલપુર તાલુકામાં પણવીજ કંપનીની 50 ટીમો દ્વારા 537 જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક ગેરરીતિ જણાતા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સોમવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વીજ કંપની દ્વારા શહેર અને ગામડાઓમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે પણ વીજ કંપનીઓની 50 જેટલી ટીમો દ્વારા 537 વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાંથી 106 વીજ કનેકશનોમાં ગેરરીતિ જોવા મળી હતી. આ મામલે વીજ કંપની (પીજીવીસીઓલ)એ રૂપિયા 50.17 લાખનો દંડ ફટકાર્યો હતો.

જામનગર તાલુકાના સરમત, બાખાબાવળ, મસીતીયા, કનસમુરા, ઢીંચડા તેમજ જામજોધપુર તાલુકાના ભણગોર, સણોસરી, આંબરડી, વનાણા વગેરે ગ્રામ્ય પંથકમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું.

મળતી માહિતી મુજબ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાર દિવસમાં વીજ કનેકશનની તપાસ આદરવામાં આવી હતી જેમાં આશરે 2 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હોવાનું ખુલ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો

આ પણ વાંચો:વડોદરા દુર્ઘટના/વડોદરા બોટ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકની લાગણી વ્યકત કરી

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ