World/ ગ્વાદર પાસે ભારતીય માલવાહક જહાજ ડૂબ્યું, પાકિસ્તાની નેવીએ 9 ભારતીયોને બચાવ્યા

પાકિસ્તાની નૌકાદળે ગ્વાદર પાસે ડૂબી રહેલા ભારતીય જહાજ જમના સાગરમાંથી 9 માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. 10 ક્રૂ મેમ્બર સાથે જહાજ અરબી સમુદ્રમાં ડૂબી ગયું હતું. જહાજ ડૂબતી વખતે મદદ માટે વિનંતી કરી હતી.

Top Stories World
5 20 ગ્વાદર પાસે ભારતીય માલવાહક જહાજ ડૂબ્યું, પાકિસ્તાની નેવીએ 9 ભારતીયોને બચાવ્યા

પાકિસ્તાની નૌકાદળે ગ્વાદર પાસે ડૂબી રહેલા ભારતીય જહાજ જમના સાગર માંથી 9 માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. 10 ક્રૂ મેમ્બર સાથે જહાજ અરબી સમુદ્રમાં ડૂબી ગયું હતું. જહાજ ડૂબતી વખતે મદદ માટે વિનંતી કરી હતી. જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે નજીકના વેપારી જહાજ એમટી ક્રુઇબેકેને ડૂબતા જહાજના ફસાયેલા ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. આ વેપારી જહાજે જમના સાગરમાં સવાર 9 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. જહાજ બચાવી લેવામાં આવેલા ભારતીય નાગરિકોને દુબઈ પોર્ટ પર તેના આગામી સ્ટોપ પર લઈ ગયું, જ્યાં તેમને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની નેવીએ એક મૃતદેહ બહાર કાઢ્યો
પાકિસ્તાની નૌકાદળે તે વિસ્તારમાં શોધ અને બચાવ અભિયાન માટે તેનું એક જહાજ અને બે હેલિકોપ્ટર પણ મોકલ્યા હતા. ટીમે એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ બહાર કાઢ્યો જે જહાજ ડૂબી ગયા બાદ ગુમ થયો હતો. આગળની કાર્યવાહી માટે મૃતદેહને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA)ના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે કાર્યવાહી પૂરી થયા બાદ મૃતદેહને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. પાકિસ્તાની નૌકાદળ આ મિશનને લઈને તેના ભારતીય સમકક્ષોના સંપર્કમાં છે.

વેપારી જહાજ ડૂબી જવાનું કારણ જાણી શકાયું નથી
ગ્વાદર પાસે જહાજ કેવી રીતે ડૂબી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. જહાજના ક્રૂની પૂછપરછ બાદ જ આ ઘટનાનું કારણ જાણી શકાશે. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ગ્વાદરની આસપાસનું વાતાવરણ સારું હતું. દરિયામાં મોજા પણ સામાન્ય હતા. આવી સ્થિતિમાં, ખરાબ હવામાન ડૂબવાનું કારણ બનવાની સંભાવના ઘણી ઓછી છે.