Not Set/ અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

અમેરિકાએ ભારત સાથે થવા વાળી પહેલી 2+2 વાર્તાને અનિવાર્ય કારણોસર સ્થગિત કરી દીધી છે. અમેરિકાએ આના માટે ખેદ પણ દર્શાવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાર્તા 6 જુલાઈના રોજ થવાની હતી. આમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વિદેશ મંત્રી માઈકલ પોમ્પીઓ અને અમેરિકી રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે બેઠક […]

Top Stories India
Modi Trump PTI અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

અમેરિકાએ ભારત સાથે થવા વાળી પહેલી 2+2 વાર્તાને અનિવાર્ય કારણોસર સ્થગિત કરી દીધી છે. અમેરિકાએ આના માટે ખેદ પણ દર્શાવ્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાર્તા 6 જુલાઈના રોજ થવાની હતી. આમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના વિદેશ મંત્રી માઈકલ પોમ્પીઓ અને અમેરિકી રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે બેઠક માટે અમેરિકા જવાના હતા.

sushma swaraj img અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

આ વાર્તા દરમિયાન ટર્મિનલ હાઈ અલ્ટીટ્યુડ એરિયા ડીફેન્સ(THAAD) સીસ્ટમ અંગે વાત-ચીત થશે. અને રશિયા સાથે થયેલા 39000 કરોડ રૂપિયાના એસ-400 સોદાને રોકવા માટે અમેરિકા ભારતને સસ્તા ભાવ પર પોતાની બેલેસ્ટિક મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ ખરીદવા માટે મનાવવાની કોશિશ કરી શકે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે બુધવારે રાતે ટ્વીટ કર્યું કે અમેરિકાના મંત્રી પોમ્પીઓએ થોડા સમય પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાત કરી અને અમેરિકા દ્વારા અનિવાર્ય કારણોસર 2+2 વાર્તા સ્થગિત કરવા બદલ ખેદ અને નિરાશા વ્યક્ત કરી હતી.

એમણે બીજા ટ્વીટમાં કહ્યું કે અમેરિકી મંત્રી પોમ્પીઓએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સહમતી માંગી છે અને તેઓ ભારત અથવા અમેરિકામાં બને એટલું જલ્દી વાર્તા કરવા માટે સુવિધાજનક તારીખ નક્કી કરવા માટે રાજી થઇ ગયા છે.

Nirmala Sitharaman BCCL અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીથારામન અમેરિકી વિદેશ મંત્રી માઈકલ પોમ્પીઓ અને અમેરિકી રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે બેઠક માટે અમેરિકા જવાના હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જુન 2017માં જયારે અમેરિકાની યાત્રાએ ગયા હતા, એ સમયે બંને દેશો વચ્ચે વાતચીતના આ નવા રૂપ પર સહમતી થઇ હતી.

આ બાદ બંને દેશો ઘણી વાર તારીખો પર વિચાર કરીને વાર્તાનો કાર્યક્રમ નિર્ધારિત કરવાની કોશિશ કરી ચુક્યા છે. પરંતુ બંને દેશો વચ્ચે ટ્રેડના કારણે તણાવ આવવાથી અમેરિકાએ અનિવાર્ય કારણ દર્શાવીને વાર્તા સ્થગિત કરી દીધી છે.

download 10 અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

ગયા અઠવાડીયે ભારતે કહ્યું હતું કે અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમીનીયમ પર આયાત કર વધારવાના વિરોધમાં અમેરિકાથી આયાત થતી 29 વસ્તુઓ પર આયાત કર વધારવાની તૈયારી કરી રહ્યું છે.

વાર્તા સ્થગિત કરવાના અમેરિકાના એકતરફા નિર્ણયના થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પએ આરોપ લગાવ્યો હતો કે ભારત કેટલીક વસ્તુઓ પર 100 ટકા સુધી આયાત કર લગાવી રહ્યું છે. પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કહ્યું કે ભારત જેવા કેટલાક એવા દેશો છે જે 100 ટકા સુધીનું ટેરીફ લગાવી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ આને હટાવે.

gettyimages 956524900 અમરિકાએ ભારત સાથેની 2+2 વાર્તા અનિવાર્ય કારણોસર સ્થગિત કરી

આ વર્ષની શરૂઆતમાં પણ 2+2 વાર્તાને સ્થગિત કરવામાં આવી હતી. હકીકતમાં, ત્યારે પોમ્પીઓને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા નહતા. એપ્રિલમાં પોમ્પીઓને વિદેશમંત્રી બનાવવાની પુષ્ટિ થઇ હતી.

આ વાર્તાને બંને દેશો વચ્ચે રણનીતિક સંબંધ વધારવાની કોશિશ રૂપે જોવામાં આવી રહી છે. બેઠકમાં રણનીતિક સુરક્ષા અને રક્ષા સહયોગને મજબુત કરવા પર જોર આપવાની આશા છે.