Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર: ભરૂચ સિવિલમાં દર્દીના ટાંકા સ્વીપરે લીધાનો મામલો, તપાસના આપ્યો આદેશ

ભરૂચ, ભરૂચ સિવિલમાં દર્દીના ટાંકા સ્વીપરે લીધાના મામલે સિવિલ સર્જન એસ.આર.પટેલે તપાસના આદેશ આપવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ. સિવિલ સર્જને હોસ્પિટલના કર્મચારીને બેદરકારી ન દાખવાનુ જણાવી આદેશ વગર કામ ન કરવાની સૂચના આપી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાલિયાવાડી સામે આવી હતી. મહિલા ડોક્ટરે અકસ્માતમાં ઘવાયેલા દર્દીનાં ટાંકા સ્વીપર પાસે લેવડાવ્યા […]

Top Stories Gujarat Others Trending
Many celebrities celebrate independence day Parade in New York 1 મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર: ભરૂચ સિવિલમાં દર્દીના ટાંકા સ્વીપરે લીધાનો મામલો, તપાસના આપ્યો આદેશ

ભરૂચ,

ભરૂચ સિવિલમાં દર્દીના ટાંકા સ્વીપરે લીધાના મામલે સિવિલ સર્જન એસ.આર.પટેલે તપાસના આદેશ આપવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ. સિવિલ સર્જને હોસ્પિટલના કર્મચારીને બેદરકારી ન દાખવાનુ જણાવી આદેશ વગર કામ ન કરવાની સૂચના આપી.

ઉલ્લેખનિય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાલિયાવાડી સામે આવી હતી. મહિલા ડોક્ટરે અકસ્માતમાં ઘવાયેલા દર્દીનાં ટાંકા સ્વીપર પાસે લેવડાવ્યા હતા. મહિલા તબીબ ઉભા ઉભા જોઇ રહ્યા હતા. તેની નજર સામે જ ટાંકા લેવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ આજ મહિલા તબીબનો આવો જ વીડિયો વાયરલ થયો હતો. ફરી વખત મહિલા તબીબની બેદરકારી સામે આવતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

મહીલા તબીબ આગામી સમયમાં આવી બેદરકારી ન દાખવે અને દર્દીના જીવન સાથે ચેડા ન થાય તે માટે કેવા પગલા ભરવામાં આવશે તે જોવાનુ રહેશે. આ મામલે સ્વીપરે જણાવ્યું હતું કે અમારે મેડમનાં આદેશનું પાલન કરવું પડે છે..