Not Set/ બુરાડી કાંડ જેવી જ વધુ એક ઘટના આવી સામે, ઝારખંડમાં ૬ લોકોની સામુહિક હત્યા કે આત્મહત્યા ?

હજારીબાગ, રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી પરિવારના ૧૧ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યાની ઘટનાને લઇ સનસનાટી મચી ગઈ હતી. એક જ પરિવારના ૧૧ લોકોની હત્યા કે આત્મહત્યાના રહસ્ય અંગે હજી સુધી કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી, ત્યારે હવે આ જ પ્રકારની વધુ એક ઘટના ઝારખંડમાંથી સામે આવી છે. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક પરિવારના ૬ લોકોએ કથિત રીતે સુસાઇડ […]

Top Stories India Trending
15 07 2018 sucide hzb બુરાડી કાંડ જેવી જ વધુ એક ઘટના આવી સામે, ઝારખંડમાં ૬ લોકોની સામુહિક હત્યા કે આત્મહત્યા ?

હજારીબાગ,

રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી પરિવારના ૧૧ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યાની ઘટનાને લઇ સનસનાટી મચી ગઈ હતી. એક જ પરિવારના ૧૧ લોકોની હત્યા કે આત્મહત્યાના રહસ્ય અંગે હજી સુધી કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી, ત્યારે હવે આ જ પ્રકારની વધુ એક ઘટના ઝારખંડમાંથી સામે આવી છે.

ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક પરિવારના ૬ લોકોએ કથિત રીતે સુસાઇડ કરી લીધું છે. જો કે આ લોકોની હત્યા કે આત્મહત્યા છે તે અંગે હજી સુધી તથ્ય સામે આવ્યું નથી. આ ઘટનાને લઇ શહેરના લોકો સ્તબ્ધ છે. પોલીસ આ મામલે પોતાની તપાસ હાથ ધરી છે અને અ દરમિયાન એક કવર પર સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટમાં કોઈ ગણિતના સૂત્રની જેમ સમજાવવામાં આવ્યું છે.

Master 6 બુરાડી કાંડ જેવી જ વધુ એક ઘટના આવી સામે, ઝારખંડમાં ૬ લોકોની સામુહિક હત્યા કે આત્મહત્યા ?

દેવાન કારણે પરેશાન એક પરિવારે કરી હોઈ શકે છે આત્મહત્યા 

માનવામાં આવી રહ્યું છે કે, હજારીબાગમાં દેવાના કારણે પરેશાન એક પરિવારે સામુહિક રીતે આત્મહત્યા કરી લીધી છે. જો કે આ પરિવારના કુલ ૬ સભ્યોમાંથી ૫એ ફાંસીના ફંદા પર લટકીને આત્મહત્યા કરી છે જયારે અન્ય એક વ્યક્તિએ ઘરના ટેરેસ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી છે.

જો કે પોલીસ દ્વારા પણ બતાવવામાં આવ્યું છે, દેવાના કારણે એક જ પરિવારના ૬ લોકોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની તપાસમાં ત્રણ સુસાઇડ નોટ અને પાવર ઓફ એટોર્ની મળ્યા છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રાઈફ્રુટ્સની દુકાન ચલાવતા હતા પરિવારના સભ્ય

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડના હજારીબાગના મહાવીર સ્થાન ચોક પર ૭૦ વર્ષીય મહાવીર મહેશ્વરી એક ડ્રાઈફ્રુટ્સની દુકાન ચલાવતા હતા. મહાવીર મહેશ્વરીના પરિવારમાં તેઓની પત્ની કિરણ મહેશ્વરી (૬૫ વર્ષ), એક પુત્ર નરેશ અગ્રવાલ (૪૦ વર્ષ), પુત્રવધૂ પ્રીતિ અગ્રવાલ (૩૭ વર્ષ), દીકરો યમન (૧૧ વર્ષ) અને પુત્રી યાન્વી (૬ વર્ષ) શામેલ છે અને તેઓએ કથિત રીતે આત્મહત્યા કરી છે.

શું હતો બરાડી આત્મહત્યા કાંડ :

મહત્વનું છે કે, આજથી બે સપ્તાહ પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક પરિવારના ૧૧ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘરમાંથી મળી આવેલા ૧૧ મૃતદેહોમાંથી સાત મહિલા અને ચાર પુરૂષની લાશ મળી હતી.આ તમામ મૃતકોના શબ લટકેલા હતા અને આંખો પર પટ્ટી બાંધેલી હતી.

જો કે ત્યારબાદ ઘટના સ્થળ પહોંચેલી દિલ્હી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં હતા. પોલીસના જણાવ્યા મુજબ આ આત્મહત્યાનો મામલો હોય શકે છે. જે કે, આ મામલે હાથ તપાસ ચાલી રહી છે.

11 મૃતકોમાં બે ભાઈઓ અને તેમની પત્નીઓ, તેમજ લગભગ 16 અને 17 વર્ષના બે યુવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં એક વૃદ્ધ માતા અને બહેનનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ 10 વ્યક્તિના ફાંસીના માંચડે ટીંગાડાયેલી હાલતમાં મળ્યા હતા. જ્યારે એક વૃદ્ધાનું ગળું દબાવીને મોત નીપજાવવામાં આવ્યું હતું.