Himachal Pradesh/ લેહ-મનાલી રૂટ ફરીથી ખુલ્લો મૂકાયો, પરિસ્થિતિ સામાન્ય થતાં વાહનોને પરવાનગી મળશે

આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ હિમવર્ષા થઈ છે. જેના કારણે એક મહિના બાદ રૂટ………

Top Stories India
Image 2024 04 24T111710.546 લેહ-મનાલી રૂટ ફરીથી ખુલ્લો મૂકાયો, પરિસ્થિતિ સામાન્ય થતાં વાહનોને પરવાનગી મળશે

Himachal Pradesh: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મનાલી-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પૂર્વવત્ (પુન: સ્થાપિત) કર્યો છે. આ રૂટ પર અત્યારે કોઈ વાહનોની અવરજવર રહેશે નહીં. ટ્રાફિકને સરળ બનાવવા માટે લાહૌલ સ્પીતિ વહીવટીતંત્ર ટૂંક સમયમાં બરાલાચા પાસનું નિરીક્ષણ કરશે. જો સ્થિતિ સામાન્ય રહેશે તો વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે.

રોડ પુનઃસ્થાપિત થવાથી સેના માટે સરહદ સુધી પહોંચવામાં સરળતા રહેશે. BROએ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ઝોજિલા પાસ દ્વારા શ્રીનગરથી લેહને સડક માર્ગે જોડ્યો હતો. પરંતુ આ માર્ગ પૂર્વવત્ કરવાથી સેના અને પ્રવાસીઓની મુસાફરી સરળ બની જશે. હિમવર્ષાના કારણે નવેમ્બરથી મનાલી-લેહ રોડ પર વાહનોની અવરજવર બંધ હતી. દેશ-વિદેશના પ્રવાસીઓ રૂટના પુનઃસ્થાપનની રાહ જોઈ રહ્યા હતા. રૂટ પર સરળ ટ્રાફિકને કારણે પ્રવાસનને વેગ મળશે. ગયા વર્ષે, BROએ 25 માર્ચે આ માર્ગને પુનઃસ્થાપિત કર્યો હતો.

આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ હિમવર્ષા થઈ છે. જેના કારણે એક મહિના બાદ રૂટ પૂર્વવત કરવામાં આવ્યો છે. બીઆરઓ કમાન્ડર ગૌરવે જણાવ્યું હતું કે મનાલી અને લેહમાંથી બરફ હટાવવામાં લાગેલી દીપક અને હિમાંક પ્રોજેક્ટની ટીમ સરચુમાં મળી હતી અને એકબીજાને અભિનંદન આપ્યા હતા. મનાલીથી સરચુ સુધી બરફ હટાવવાનું કામ BROના દીપક પ્રોજેક્ટ અને લેહથી સરચુ સુધી હિમાંક પ્રોજેક્ટની જવાબદારી છે.

Manali-Leh NH restored to traffic : The Tribune India

બીઆરઓ(BRO)એ લદ્દાખમાં હિમાંક પ્રોજેક્ટ અને હિમાચલમાં દીપક પ્રોજેક્ટ હેઠળ રોડ રિસ્ટોરેશન માટે મોટી મશીનો સાથે બે ટીમો તૈનાત કરી હતી. દીપક પ્રોજેક્ટની ટીમે મનાલીથી સરચુ (લદ્દાખ અને હિમાચલની સરહદ) સુધીનો રસ્તો પુનઃસ્થાપિત કર્યો અને હિમાંક પ્રોજેક્ટની ટીમે લેહથી સરચુ સુધીનો રસ્તો પુનઃસ્થાપિત કર્યો. બંને ટીમોએ બરફના તોફાન અને ઊંચાઈવાળા વિસ્તારોને પાર કરતી વખતે માર્ગ પરથી બરફ સાફ કર્યો હતો. બે મહિનાની મહેનત બાદ મંગળવારે મનાલી-લેહ રોડના બંને છેડા સરચુ ખાતે જોડાયા હતા.

બંને ટીમોએ અહીં લેહ માર્ગના પુનઃસ્થાપનની ઉજવણી કરી હતી. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 430 કિલોમીટરના મનાલી-લેહ રોડના બંને છેડાને જોડવામાં આવ્યા છે. બરાલાચા પાસનું ટૂંક સમયમાં નિરીક્ષણ કરવામાં આવશે. જો સ્થિતિ સામાન્ય થશે તો વાહનોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉત્તરાખંડનાં જંગલમાં ફાટી નીકળ્યું દાવાનળ, 24 કલાકમાં 47 આગના બનાવો

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારાણસીમાં મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:જજોની નિવૃત્તિ વય ત્રણ વર્ષ વધારવી જોઈએ, બાર એસો.ના પ્રમુખે સુપ્રિમ કોર્ટને પત્ર લખ્યો