Not Set/ રજા લેવા વિદ્યાર્થીએ પોતાની ‘જાત’ને મારી નાખી,પ્રિન્સિપાલે છુટ્ટી મંજુર પણ કરી

બેદરકારીની હદ વટી જાય ત્યારે કેવા પરિણામો આવે છે તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક  વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાંથી રજા લેવા માટે પોતાની જાતને જ મારી નાખી હતી.સ્કુલમાંથી રજા લેવા માટે વિદ્યાર્થીએ જે અરજી કરી પોતાનું મોત જણાવી રજા માંગી હતી. જોવાની વાત એ  છે કે  પ્રિન્સિપાલે આ લીવ એપ્લિકેશન પર ‘ગ્રાન્ટેડ’ લખી રજા મંજુર […]

Top Stories India
aaaaaaaas 13 રજા લેવા વિદ્યાર્થીએ પોતાની 'જાત'ને મારી નાખી,પ્રિન્સિપાલે છુટ્ટી મંજુર પણ કરી

બેદરકારીની હદ વટી જાય ત્યારે કેવા પરિણામો આવે છે તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક  વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાંથી રજા લેવા માટે પોતાની જાતને જ મારી નાખી હતી.સ્કુલમાંથી રજા લેવા માટે વિદ્યાર્થીએ જે અરજી કરી પોતાનું મોત જણાવી રજા માંગી હતી. જોવાની વાત એ  છે કે  પ્રિન્સિપાલે આ લીવ એપ્લિકેશન પર ‘ગ્રાન્ટેડ’ લખી રજા મંજુર પણ કરી દીધી.

જીટી રોડ પર આવેલી સ્કૂલમાં કપિલ (નામ બદલ્યું છે)આઠમા ઘોરણનો વિદ્યાર્થી છે. તેને રજા જોઈતી હતી. તેમણે શાળાના પ્રિન્સિપાલે પત્ર લખ્યો હતો. પત્રની શરૂઆતમાં તેમણે લખ્યું કે, ‘હું સવિનય સાથે જાણવું છું કે અરજદાર કપિલનું 20 ઓગસ્ટે સવારે 10 વાગ્યે અવસાન થયું છે. સાહેબને અરજદારને હાફ ટાઈમની રજા આપવા વિનંતી છે,

પ્રિન્સિપાલે લાલ રંગથી ‘ગ્રાન્ટેડ’ લખીને તેમની સહી કરી આપી હતી. વિદ્યાર્થીને રજા આપવામાં આવી હતી અને તે શાળાએથી જતો રહ્યો હતો. વિદ્યાર્થીએ આ વિશે કોઈને પણ જણાવ્યું નહોતું. તે એપ્લિકેશન થોડા દિવસો સુધી છુપાઇ રહી. મિત્રો વચ્ચે ચર્ચા કર્યા પછી, શિક્ષકોમાં જ્યારે આ એપ્લિકેશન પહોંચી ત્યારે તે ચર્ચાનો વિષય બની હતી. મેનેજમેન્ટ અને વિભાગને પણ ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ અત્યારે કોઈ આ મુદ્દે બોલવા તૈયાર નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્રિન્સિપાલ બાળકોની અરજી લે છે ત્યારે તેઓ મૌખિક રીતે રજાનું કારણ પૂછે છે અને વિદ્યાર્થીના કહેવા પર,તેઓ કોઈપણ જાતના ચેકીંગ કર્યા વિના સહી કરી દેતા હોય છે.પ્રિન્સિપાલની આ ટેવનો ફાયદો ઉઠાવી વિદ્યાર્થીએ તેમની સહી કરાવી લીધી. હવે ફક્ત શાળામાં જ નહીં પણ બહાર પણ આની ઘણી ચર્ચાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.