awareness campaign/ યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાગૃતિ અભિયાન હાથ ધર્યું

ગુજરાતમાં ડ્રગ્સ મામલે હબ બની રહ્યો છે, શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઇ રહ્યું છે ત્યારે દરિયાપુરના ધારાસભ્યે યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે એક અભિાયન હાથ ધર્યું છે

Top Stories Gujarat
31 યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાગૃતિ અભિયાન હાથ ધર્યું

ગુજરાતમાં ડ્રગ્સ મામલે હબ બની રહ્યો છે, શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઇ રહ્યું છે ત્યારે દરિયાપુરના ધારાસભ્યે યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે એક અભિાયન હાથ ધર્યું છે. શહેરમાં જે પ્રમાણે એમડી ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે અને યુવાનો ડ્રગ્સ લઇને  તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે અને પરિવારો ખતમ થઇ રહ્યા છે આ મામલે હાલ ધારાસભ્ય  ગ્યાસુદ્દીન શેખે પોલીસ કમિશનરને પણ આ એમડી ડ્રગ્સથી મુક્ત કરવા અને ડ્રગ્સ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી છે.

શહેરના અનેક વિસ્તારમાં એમડી ડ્રગ્સ નામનું નશીલું પદાર્થ બેરોકટોક મળી રહ્યું છે જેમાં અનેક યુવાધનો આ ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે જેના લીધે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્યે આ યુવાધનને બચાવવા માટે એક અભિયાન હાથ ધર્યું છે, તેમણે એમડી ડ્રગ્સથી યુવાધનને ડ્રગ્સના દૂષણથી મુક્ત રાખવા માટે અભિયાનની શરૂઆત કરી છે. સમગ્ર વિસ્તારોમાં ડ્રગ્સને ડામવા માટે મોટાપાયે સમાજમાં આ દૂષણ સામે લડવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે આ ડ્ર્ગ્સ અને નશીલા પદાર્થ મામલે અએ 2014થી કાર્યરત છે અને અનેકવાર વિધાનસભામાં પણ રજૂઆત કરી છે,અને કરતા રહીશું.જ્યારે હાઇકોર્ટે આ મામલે આદેશ આપતા કાર્યવાહી કરવામાં આવી હતી,સમાજમાં આજે પણ ગુજરાતનો યુવાધન ડ્રગ્સના રવાડે જઇ રહ્યો છે તેને રોકવા માટે અમારાથી થતાં તમામ પ્રયત્ન કરીશું અને સમાજને જાગૃત કરીશું. પરિવારના સભ્યોએ પણ આ મામલે આગળ આવીને ડ્રગ્સ વિરૂદ્વ એક લડત આપવી પડશે તો જ સફળતા મળશે.એક પ્રતિનિધિ તરીકે ઉત્તરદાયિત્વ છે કરે સમાજના યુવાનો ડ્રગ્સથી દૂર રહે. આવનાર દિવસોમાં અમે આ એક રૂપરેખા તૈયાર કરીશુેં.  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પદયાત્રામાં પણ નશાખોરીનો મુદ્દો પણ સંકલ્પ પદયાત્રામાં સમાવવામાં આવી છે.