Not Set/ ઘાસચારા કૌભાંડમાં લાલુ દોષિત જાહેર,સજાનું એલાન 3 જાન્યુઆરી,જેલ ભેગા કરાયા

રાંચી,  દેશમાં બહુ ગાજેલાં બિહારના ઘાસચારા કૌભાંડમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરતા લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા હતા. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્રા અને અન્ય 22 જણાં ઘાસચારા કૌભાંડમાં આરોપી છે.જો કે કોર્ટે બિહારના પુર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત 6 આરોપીઓને નિર્દોષ છોડી […]

Top Stories
lalu prasad ઘાસચારા કૌભાંડમાં લાલુ દોષિત જાહેર,સજાનું એલાન 3 જાન્યુઆરી,જેલ ભેગા કરાયા

રાંચી, 

દેશમાં બહુ ગાજેલાં બિહારના ઘાસચારા કૌભાંડમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરતા લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા હતા. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્રા અને અન્ય 22 જણાં ઘાસચારા કૌભાંડમાં આરોપી છે.જો કે કોર્ટે બિહારના પુર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત 6 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

રાંચીમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના જસ્ટીસ શિવપાલસિંહે ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા હતા.કોર્ટ હવે સજાનું એલાન 3 જાન્યુઆરીએ કરશે.કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત માનતાં કોર્ટમાંથી તેમને જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

1996ના આ ઘાસચારા કૌભાંડમાં બિહારના પશુપાલન વિભાગે કરોડો રૂપિયા ચાંઉ કર્યા હતાં જેમાં લાલુ પ્રસાદ યાદવનું નામ સામે આવ્યું હતું.ઘાસચારા કૌભાંડ સમયે બિહારમાં લાલુપ્રસાદ યાદવની સરકાર હતી. કૌભાંડમાં 950 કરોડ રૂપિયાની ગોટાળો કરાયો હતો. આ કૌભાંડને લગતા ત્રણેય કેસમાં લાલુપ્રસાદ યાદવ આરોપી છે.

ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ પર 6 અલગ અલગ પ્રકારના કેસો કરવામાં આવ્યા હતા,જેમાં એક કેસમાં તેમને 5 વર્ષની સજા થયેલી છે.આ કૌભાંડના કારણે લાલુ પ્રસાદે રાજીનામું આપવું પડ્યું હતું અને આજ દિન સુધી તેમને સત્તાથી દુર રહેવું પડ્યું છે.

રાંચીની કોર્ટમાં આવી પહોંચેલા લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે રજી  અને આદર્શ કૌભાંડની જેમ જ ઘાસચારા કૌભાંડમાં ચુકાદો આવનાર છે.

2જી કૌભાંડમાં કોર્ટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. જ્યારે આદર્શ કૌભાંડમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ સામે કેસ ચલાવવાની મંજૂરી આપતા રાજ્યપાલને આદેશને બોમ્બે હાઈકોર્ટ રદ કર્યો હતો.