Not Set/ બસ દુર્ઘટનામાં 27ના મોત મામલે ચોંકાવનારી વાત આવી સામે, બસની અંદરથી કોઈ શબ નથી મળ્યું

બિહાર, ગુરુવારના રોજ બિહારમાં એક બસ પલટ્યા બાદ તેમજ ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઘટનાસ્થળે 27 લોકોના મોત થયા છે. પરંતુ આજે અકે ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે. બસની અંદરથી કોઈ શબ નથી મળ્યું. બિહારમાં બસ દુર્ઘટનામાં એક નવો દાવો સામે આવ્યો […]

Top Stories
ahmd 5 બસ દુર્ઘટનામાં 27ના મોત મામલે ચોંકાવનારી વાત આવી સામે, બસની અંદરથી કોઈ શબ નથી મળ્યું

બિહાર,

ગુરુવારના રોજ બિહારમાં એક બસ પલટ્યા બાદ તેમજ ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઘટનાસ્થળે 27 લોકોના મોત થયા છે. પરંતુ આજે અકે ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે. બસની અંદરથી કોઈ શબ નથી મળ્યું. બિહારમાં બસ દુર્ઘટનામાં એક નવો દાવો સામે આવ્યો છે. હવે બિહારના મંત્રીએ દાવો કર્યો છે કે આ દુર્ઘટનામાં એક પણ વ્ય્ક્તીનુંય મોત થયું નથી.

બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી દિનેશ ચંદ્ર યાદવે ગુરવારના રોજ દાવો કર્યો હતો કે, બિહારના મોતિહારી પાસે એક બસ પલટ્યા બાદ લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. આ સમાચાર મળતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની વાત કરી દીધી હતી. શરૂઆતી તબક્કામાં દુર્ઘટનામાં લોકોના મોતના સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદીએ પોતે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે આવી દુર્ઘટના મુદે મંત્રીની ઉતાવળના કારણે હવે નીતીશ કુમાર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગઈ છે.

મોતિહારી પાસે બનેલી આગની ગંભીર ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ખેદ જતાવ્યો હતો. આ ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું, “આ એક દુઃખદ ઘટના છે તેમજ સ્થાનિક પ્રશાસન પણ હાલ ઘટનાસ્થળે પહોચી ચુક્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોએ હરસંભવ મદદ કરવામાં આવશે”.

શુક્રવારે રાહત અને બચાવ કાર્ય પૂરું થયા બાદ મુજફ્ફરપુર પોલીસ ઝોન આઈજી અનિલ કુમારે જણાવ્યું કે, બસની અંદરથી કોઈ શબ જ નથી મળ્યું. આઠ લોકોને બચાવવામાં આવ્યા છે અને રાખને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે. જેથી દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત નિપજ્યું કે કેમ તેની તપાસ કરાવી શકાય.