કૃષિ આંદોલન/ ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમાં તબક્કાની બેઠક, પ્રશ્ન હલ થવાની શક્યતા

ન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા અને દિલ્હીની બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોનું આંદોલન દિવસ પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ઉગ્ર બનતું જાય છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકાર

Top Stories India
1

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા અને દિલ્હીની બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોનું આંદોલન દિવસ પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ઉગ્ર બનતું જાય છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની એક બેઠક યોજાવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે યોજાનારી બેઠકમાં ખેડૂત અને કેન્દ્ર સરકારની વચ્ચે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે અને આંદોલન ખતમ થઈ શકે છે.

No Plan To End Msp, Agriculture Minister Narendra Singh Tomar Says - एमएसपी खत्म करने की सरकार की मंशा नहीं, कांग्रेस किसानों को कर रही गुमराह: कृषि मंत्री नरेंद्र सिंह ...

બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની કાયદાકીય ગેરંટી અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગે ચર્ચા થઈ શકે છે. સરકારની સાથે બેઠક પહેલા ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું કે, બેઠકમાં અમે ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરીશું.

India's government to meet farmers as thousands protest farm reforms

corona vaccine / કોરોના વેક્સિન ફ્રી નથી, સરકારને 200 રૂપિયામાં તેમજ લોકોને 1…

બીજી તરફ, ખેડૂતોની સાથે બેઠક પહેલા રવિવારે કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર તેમની બેઠકમાં વર્તમાન સંકટના તાત્કાલિક સમાધાન માટે સરકારની રણનીતિ પર ચર્ચા કરી. તોમરે સિંહની સાથે આ સંકટના સમાધાન માટે વચ્ચેનો રસ્તો શોધવા માટે તમામ સંભવિત વિકલ્પ પર ચર્ચા કરી.પાંચ તબક્કાનીની મંત્રણા કોઈ પરિણામ વગરની રહ્યા બાદ 30 ડિસેમ્બરે છઠ્ઠા ચરણની મંત્રણામાં સરકાર અને 40 ખેડૂત સંગઠનોની વચ્ચે વીજળીના દરોમાં વૃદ્ધિ તથા પરાલી સળગાવવા પર દંડ પર પ્રદર્શનકારી ખેડૂતોની ચિંતાઓના સમાધાનની વાત બની હતી. પરંતુ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને MSPને કાયદાકીય ગેરંટી આપવાના વિષય પર બંને પક્ષોમાં ગતિરોધ કાયમ છે.

coronaupdate / અમેરિકામાં કોરોનાનું તાંડવ, એક દિવસમાં મળ્યા ૩ લાખ જેટલા કેસ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…