Vadodara/ વડોદરા: ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, 13 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો

વડોદરામાં મોટી માત્રામાં ગાંજાના જથ્થો ઝડપાયો. SOGએ મોટી કાર્યવાહી કરતા ગોરવામાંથી ગાંજાની ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 07T141423.138 વડોદરા: ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, 13 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો

વડોદરામાં મોટી માત્રામાં ગાંજાના જથ્થો ઝડપાયો. SOGએ મોટી કાર્યવાહી કરતા ગોરવામાંથી ગાંજાની ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરી. પોલીસે 13 કિલોથી વધુના ગાંજાનો જથ્થો ઝડપ્યો. આ સાથે કપીલ અગ્રવાલ અને વસીમ ચૌહાણની ધરપકડ કરી. પોલીસ ગાંજાની ચોરીને લઈને અનેક શંકાસ્પદ સ્થાનોની તપાસ કરી રહી છે.

શહેરમાં અગાઉ પણ ગાંજાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા મહિના અગાઉ ગોરવામાંથી એક્ટીવાની ડેકીમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા બે શખ્સની ધરપકડ કરાઈ હતી. એ સમયે રૂ. 11950 ની કિંમતના 1.195 કિ.ગ્રા ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા. શહેરમાં પ્રતિબંધિત વસ્તુના વેચાણને લઈને પોલીસ તંત્ર પોતાના સૂત્રો પાસેથી માહિતી મેળવતું હોય છે. તેમના બાતમીદારો પાસેથી માહિતી લઈ પોલીસ પહેલા શંકાસ્પદ સ્થાનો અને માણસો પર વોચ ગોઠવે છે. અને પછી અટકાયત અને સર્ચ ઓપરેશન હાથ ધરે છે.

વડોદરા શહેર સંસ્કારી નગરી માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગેરરીતિઓ વધી છે. ઓક્ટોબર મહિનામાં સમા સાવલી રોડ પરથી 1 કિલો ગાંજો મળી આવ્યો હતો. અચરજની વાત છે કે આ 1 કિલો ગાંજો સામાન્ય રાહદારી પાસેથી મળી આવ્યો. પોલીસ સમા સાવલી રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક રાહદારીની પ્રવૃત્તિ પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી. તપાસ કરતા તેની પાસેના થેલામાંથી 10,000ની કિમંતનો ગાંજો મળી આવ્યો. શહેરમાં અવાર-નવાર પ્રતિબંધિત એવો ગાંજાનો જથ્થો મળી આવતા સંસ્કારી નગરી એવા વડોદરામાં ગેરપ્રવૃત્તિઓ વધી રહી હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી