RAJULA/ મોરંગી ગામમાં ગુમ થયેલ બે ભાઈઓની ગામ નજીકના તળાવમાંથી લાશ મળી

રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગુમ થયેલ બાળકોના તળાવમાંથી મૃતદેહ મળ્યા. બંને બાળકોને મૃતદેહના મોઢા પર ઇજાના નિશાન જોતા પરિવારે ડુંગર પોલીસને જાણ કરી. પોલીસે ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

Top Stories Gujarat

રાજુલા તાલુકાના મોરંગી ગામના બે ભાઈઓ 15 કલાક પહેલા ગુમ થયા હતા. આખી રાત પરિવાર દ્વારા બંને બાળકોની શોધખોળ કરવામાં આવી. ત્યારે વહેલી સવારે ગામની પાસેના તળાવમાંથી તેમના મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢતા ઇજાના નિશાન જોવા મળતા શંકાસ્પદ મૃત્યુને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી.

મોરંગી ગામના બે બાળકો ગઈકાલ (31 ઓક્ટોબર) સાંજથી અચાનક ગુમ થયા હતા. આ બંને બાળકો ગામમાં રહેતા વિજયભાઈ મકવાણા પરિવારના છે અને બંને સગા ભાઈઓ છે. જેમાં 6 વર્ષીય બાળકનું નામ કુનાલ અને બીજા 10 વર્ષીય બાળકનું નામ મીત છે. બંને ભાઈઓ ગઈકાલ સાંજે રમવાનું કહી ઘરની બહાર નીકળ્યા હતા. પરંતુ મોડી રાત સુધી ઘરે પાછા ના ફરતા પરિવારે શોધખોળ હાથ ધરતા કોઈ સગડ ના મળતા ડુંગર પોલીસને જાણ કરી. બંને બાળકો ઉંમરમાં નાના હોવાથી પોલીસ પણ શોધખોળમાં કામે લાગી હતી. આખી રાત શોધખોળને અંતે 15 કલાક બાદ આજે સવારે આઠ વાગ્યાની આસપાસ ગામ નજીકના તળાવમાંથી બાળકોના મૃતદેહ મળ્યા.

બે ભાઈઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. બાળકોના મોઢા પર ઇજાના નિશાન જોતા પરિવારને આ મામલો શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી. ડુંગર પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી આપ્યા. પ્રાથમિક ધોરણે બાળકોનું મૃત્યુ તળાવમાં ડૂબી જવાને લીધે માનવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે બંને ભાઈઓનું મૃત્યુનું વાસ્તવિક કારણ શું છે. પોલીસે આ મામલે સાતેક જેટલી ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી. ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી છે કે નહિ તે તપાસ કરશે. તેમજ આ મામલે કોઈને માહિતી મળે તો પોલીસનો સંપર્ક સાધવા આપીલ કરી. આ ઘટનાને લઈને DySPવોરાએ જણાવ્યું કે પોલીસ તમામ સ્તરે ઘટનાની તપાસ કરશે. તેમજ બાળકોનું ડૂબવાથી મૃત્યુ અથવા કોઈનું ઇરાદાપૂર્વકનું કૃત્ય હોવા બાબતે તપાસમાં જ ખબર પડશે.



આ પણ વાંચો : Protest/ કચ્છમાં મેગા સોલર પાવર પ્રોજેક્ટ સામે ગામડાઓનો વિરોધ

આ પણ વાંચો : Earthquake/ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, દિનચર્યામાં વ્યસ્ત લોકોમાં અરાજકતા

આ પણ વાંચો : Riverfront Murder/ વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન