Ahmedabad News/ અમદાવાદના મેમનગરમાં જાહેરમાં આધેડ પર હુમલો, 13 સેકન્ડમાં દંડાના 9 ફટકા; VIDEO સામે આવ્યો

Ahmedabad Memnagar Public Assault:અમદાવાદના મેમનગર વિસ્તારમાં જાહેર માર્ગ પર એક આધેડ પર દંડા અને લાતોથી હુમલો કરવામાં આવ્યો. 13 સેકન્ડમાં 9 ફટકા મારતો વીડિયો વાયરલ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Memnagar Public Assault:મેમનગરમાં ફિલ્મી સ્ટાઈલમાં આધેડને મારમાર્યો

Ahmedabad News: અમદાવાદના મેમનગર વિસ્તારમાં જાહેર માર્ગ પર થયેલી મારામારી (Ahmedabad Memnagar Public Assault)ની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી છે. મેમનગર ફાયર સ્ટેશન નજીક કેટલાક શખ્સોએ એક આધેડ વયના વ્યક્તિને રસ્તાની વચ્ચે રોકીને દંડા અને લાતોથી માર માર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Ahmedabad Memnagar Public Assault:રસ્તા વચ્ચે આધેડ પર તૂટી પડ્યા બે શખ્સો

પ્રાપ્ત માહિતી અનુસાર, મેમનગર ફાયર સ્ટેશનથી નવરંગ પોલીસ ચોકી તરફ જતા માર્ગ પર એક સફાઈ કામદાર તરીકે ઓળખાતા આધેડને બે શખ્સોએ નિશાન બનાવ્યો હતો. વાહનોની અવરજવર વચ્ચે જ આરોપીઓએ રસ્તા પર આધેડને ઘેરી લીધો અને હુમલો શરૂ કર્યો.

વીડિયોમાં જોવા મળે છે કે એક શખ્સ આધેડને દંડા વડે સતત ફટકા મારી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ લાતો મારી હુમલામાં સામેલ થાય છે. આશરે 13 સેકન્ડના વીડિયો (Ahmedabad Memnagar Public Assault)માં આધેડને દંડાના નવ જેટલા ફટકા મારવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. સતત હુમલાને કારણે આધેડ જમીન પર પટકાઈ જાય છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.

ઘટના દરમિયાન આસપાસથી પસાર થતા કેટલાક લોકોએ વચ્ચે પડીને હુમલાખોરો (Ahmedabad Memnagar Public Assault)ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વધુ અનિચ્છનીય ઘટના ટળી હતી. ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આધેડે (Ahmedabad Memnagar Public Assault) તાત્કાલિક ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કર્યો હતો અને પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. બાવાના જણાવ્યા મુજબ, હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે વીડિયો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

@સુમન ઠાકોર 


આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી, એન્ટ્રી વગર ઘૂસતા ડિલિવરી બોયને ગાર્ડે રોકતા બબાલ

આ પણ વાંચો:અમદાવાદ JG કોલેજમાં ABVP દ્વારા વિરોધ દરમ્યાન મારામારી

આ પણ વાંચો:અમદાવાદમાં વેજલપુરમાં અસામાજિક તત્વોને જાહેરમાં આતંક, રસ્તા પર થઈ મારામારી