Surat News: સુરતના હીરા અને સોનાના વેપાર માટે જાણીતા મહીધરપુરા વિસ્તારમાંથી વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા એક જ્વેલરી કારખાનામાં કામ કરતો કારીગર અંદાજે ₹30.42 લાખની કિંમતનું સોનું અને હીરા (Surat Jewellery Theft) લઈને માત્ર 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Surat Jewellery Theft:30 લાખથી વધુના સોનું-હીરા લઈને કારીગર ફરાર
મળતી માહિતી મુજબ, પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માઇતી મહીધરપુરામાં સોના અને હીરાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. કારખાનામાં સંજીબ સાધ્ય ઉર્ફે બપન નામનો કારીગર પણ કામ કરતો હતો.
ઘટના બીજા દિવસની સવારે બની હતી. મેનેજરે કારીગરને લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ અંદાજે 10 મિનિટ માટે ઉપરના માળે ગયા હતા. આ દરમિયાન સંજીબે તકનો લાભ લઈ માત્ર 30 સેકન્ડમાં સોનું અને હીરા (Surat Jewellery Theft) ભેગા કર્યા અને કારખાનામાંથી ફરાર થઈ ગયો.
થોડીવાર બાદ મેનેજર પરત ફર્યા ત્યારે કારીગર ગાયબ હતો. તપાસ કરતા લોકરમાંથી કિંમતી દાગીના પણ ગુમ હોવાનું જાણવા મળ્યું. વેપારીએ હિસાબ તપાસતા કુલ ₹30,42,016ની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું.
ચોરી થયેલા માલમાં અંદાજે 111.565 ગ્રામ સોનું (Surat Jewellery Theft), જેની કિંમત ₹11.65 લાખથી વધુ હતી, તેમજ 62.38 કેરેટના કિંમતી હીરા, જીઆઈએ (GIA) પ્રમાણિત હીરા, બ્રેસલેટ અને બંગડીઓ સહિતનો માલ સામેલ હતો. હીરા (Surat Jewellery Theft)ની કિંમત અંદાજે ₹18.76 લાખ હોવાનું જાણવા મળ્યું.
ઘટના બાદ વેપારીએ તરત જ કારીગરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. ત્યારબાદ કારખાનાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા, જેમાં આરોપી માલસામાન સાથે ભાગતો સ્પષ્ટ જોવા મળ્યો હતો.
વેપારીએ જણાવ્યું કે આરોપી અગાઉ પાંચ વર્ષ સુધી તેમની પાસે કામ કરી ચૂક્યો હતો. વિશ્વાસના આધારે તેને ફરીથી 2 જૂનના રોજ ₹25 હજારના માસિક પગાર પર નોકરીએ રાખવામાં આવ્યો હતો, પરંતુ એ જ વિશ્વાસ વેપારી માટે ભારે સાબિત થયો.
પોતાના સ્તરે તપાસ કર્યા બાદ પણ આરોપીનો કોઈ પતો ન લાગતાં આખરે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયો હોવાની આશંકા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો તેની શોધમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો:પોલીસ પર બંદૂક તાણવી ભારે પડી! સુરતમાં 50 લાખની લૂંટના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’
આ પણ વાંચો:સુરતમાં SBI બેંક લૂંટનો માસ્ટરમાઇન્ડ જેલમાં બેઠો! 50 લાખ લૂંટના તાર બિહાર સુધી પહોંચ્યા
આ પણ વાંચો:સુરતમાં હનીટ્રેપનો શિકાર બન્યો યુવક, બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર લૂંટ્યા
