Surat News/ પોલીસ પર બંદૂક તાણવી ભારે પડી! સુરતમાં 50 લાખની લૂંટના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’

Suratની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર મુખ્ય આરોપી શુભમનું પોલીસ એન્કાઉન્ટર. રિકન્સ્ટ્રક્શન વખતે પોલીસ પર હુમલો કરતા વળતા જવાબમાં ગોળી મારી.

Gujarat Top Stories Surat
Surat SBI Loot Case Half Encounter

Surat SBI Loot Case Half Encounter: સુરત: સુરતની વરાછા સ્થિત એસબીઆઈ (SBI) બેંકમાં થયેલી 50 લાખની સનસનીખેજ લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઈલથી ‘હાફ એન્કાઉન્ટર’ કરીને મુખ્ય આરોપીને પાઠ ભણાવ્યો છે. તપાસના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે ગયેલી ટીમ પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં ગોળી ચલાવી હતી.

Surat : રિકન્સ્ટ્રક્શન દરમિયાન હુમલાનો પ્રયાસ

લૂંટના કેસમાં પકડાયેલા આરોપીઓ શુભમ અને વિકાસ હાલ 7 દિવસના રિમાન્ડ પર છે. આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમને લઈને સુરત જિલ્લાના કન્યાસી ગામે તપાસ માટે પહોંચી હતી. આરોપી શુભમે કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ ખેતર પાસે છુપાવ્યા છે. જ્યારે પોલીસ પિસ્તોલ રિકવર કરી રહી હતી, ત્યારે તકનો લાભ લઈ શુભમે પોલીસ પાસેથી હથિયાર છીનવી ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

એસીપી કિરણ મોદીનું વળતું ફાયરિંગ

અચાનક થયેલા આ હુમલાથી પોલીસ ટીમ સતર્ક થઈ ગઈ હતી. એસીપી કિરણ મોદીએ ત્વરિત નિર્ણય લઈ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસ પ્રોટેક્શન હેઠળ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખી લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન ભગત છે, જે હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉરમાં બંધ છે. જેલમાં હોવા છતાં કુંદન એક ખાસ એપ દ્વારા શુભમ અને વિકાસના સંપર્કમાં હતો અને તેમને સૂચનાઓ આપતો હતો. કુંદન અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો કુખ્યાત આરોપી છે.

ચૂંટણી અને ટ્રાફિકનો લાભ લઈ કરી હતી લૂંટ

લૂંટારુઓએ સુરતની 10 બેંક બ્રાન્ચની રેકી કરી હતી. વરાછાની SBI પસંદ કરવાનું મુખ્ય કારણ મેટ્રો કન્સ્ટ્રક્શનના કારણે ઓછો ટ્રાફિક અને સુરત મનપાની ચૂંટણીનો સમય હતો. ચૂંટણીના બીજા દિવસે જ્યારે પોલીસ બંદોબસ્ત ફિલ્ડ પર ઓછો હોય, તે જ તકનો લાભ લઈ 27 એપ્રિલ, 2026ના રોજ આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:વરાછા SBI બેંકમાં 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, UP થી 2 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો:વરાછાની SBI બેંકમાં 4 હથિયારધારીઓએ દૂકની અણીએ 50 લાખની લૂંટ કરી થયા ફરાર

આ પણ વાંચો: સુરતના અમરોલીમાં ₹10 લાખની USDT લૂંટનો ખુલાસો, આરોપી અમદાવાદથી ઝડપાયો